
બહેન રિયા કપૂર (Rhea Kapoor) ના લગ્નની ઉજવણી બાદ સોનમ કપૂર (Sonam Kapoor) ફરી એક વખત કામના મોડ પર આવી છે. સોનમ કપૂરને આજે એટલે કે સોમવારે જુહુ સ્થિત પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાળીની ઓફિસની બહાર જોવા મળી હતી.

સંજય લીલા ભણશાળીની ઓફિસની બહાર સોનમને જોઈને ફરી એક વખત બંને સાથે કામ કરવાની અટકળો તેજ થઈ ગઈ છે.

આપણે બધા જાણીએ છીએ કે સોનમે ભણશાળીની સાંવરિયાથી જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, સોનમને સંજય લીલા ભણશાળીની ઓફિસની બહાર જોઈને, તેમના ચાહકોને લાગે છે કે તે ફરીથી ફિલ્મ નિર્માતા સાથે કામ કરવાની તૈયારી કરી રહી છે. જો કે, આ બેઠક પાછળનું કારણ ફિલ્મ હતી કે અન્ય કોઈ કારણ, તે હજુ સ્પષ્ટ થયું નથી.

આજે જ્યારે સોનમ ભણશાળીની ઓફિસની બહાર જોવા મળી ત્યારે તેમણે બ્લુ લેસ સાથે મેક્સી ડ્રેસ પહેર્યો હતો. આ સાથે, તેમણે બ્લેક હીલ પહેરી હતી અને બ્લેક માસ્ક પહેર્યો હતો. આ ડ્રેસમાં સોનમ ખૂબ જ એલિગેન્ટ લાગી રહી હતી.

સોનમ કપૂરની વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો શોમ મખીજાની આગામી ફિલ્મ બ્લાઇન્ડમાં જોવા મળશે.

આ ફિલ્મ 2011 ની એક કોરિયન ફિલ્મનું અનુકૂલન છે. આ ફિલ્મમાં સોનમ કપૂર એક અંધ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે. જે એક સીરિયલ કિલરની શોધ કરે છે.