
‘જવાન’માં શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને એટલીના જાદુથી દરેક લોકો વાકેફ છે. જવાનને ક્રિટિક્સ તરફથી પણ શાનદાર રિવ્યૂ મળ્યા છે, જ્યારે સાઉથથી લઈને બોલિવુડ સુધીના તમામ સ્ટાર્સ જવાનના વખાણ કરી રહ્યા છે. જવાનમાં કિંગ ખાન ફુલ ફાયર મોડમાં છે. તેની રિલીઝ સાથે જ જવાને ભારતમાં 75 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ ‘જવાન’ને શાનદાર રિવ્યૂ આપ્યો છે. મહેશ બાબુએ શાહરૂખ ખાનને ફાયર કહ્યો છે.
સાઉથના ફેમસ એક્ટર મહેશ બાબુએ શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ ‘જવાન’ જોઈ હતી. તેને શાહરૂખ ખાન અને ટીમને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું કે, ‘યે જવાન કા ટાઈમ હૈ’ કિંગ કે સાથ કિંગ સાઈઝ એન્ટરટેઈનમેન્ટ. મહેશ બાબુએ ડાયરેક્ટર એટલીના વખાણ કરતાં લખ્યું છે, ‘ઓરા…કરિશ્મા અને સ્ક્રીનપ્લે બેજોડ છે’.
(Tweet: Mahesh Babu Twitter)
આ પહેલા મહેશ બાબુએ જવાનને જોવાને લઈને ટ્વીટ કર્યું હતું, જેને શાહરૂખ ખાને પણ ટ્વીટ કર્યું હતું. શાહરૂખ ખાને ટ્વીટ કરીને મહેશ બાબુનો આભાર માન્યો હતો અને જવાનને સાથે જોવાની ઓફર કરી હતી. શાહરૂખે ટ્વીટ કરીને લખ્યું, ‘આશા છે કે તમને ફિલ્મ ગમશે. જ્યારે તમે ફિલ્મ જોઈ રહ્યા હોવ ત્યારે મને કહેજો, હું તમારી સાથે આવીને જોઈશ. જ્યારે જવાનના મ્યુઝિક ડાયરેક્ટર અનિરુદ્ધે પણ મહેશ બાબુનો ટ્વીટ કરીને આભાર માન્યો હતો.
આ પણ વાંચો: Dubai News: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીને દુબઈમાંથી કાઢી મૂકવામાં આવશે? સરકારે મોકલી નોટિસ, જાણો મામલો
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને ક્રિટિક્સ દ્વારા 4 થી 5 સ્ટારની વચ્ચે રેટિંગ આપવામાં આવ્યા છે. જવાનમાં શાહરૂખ ખાનના એક્શન અને એટલીના ડાયરેક્શને મળીને ફિલ્મમાં આગ લગાવી દીધી છે. ફિલ્મમાં લેડી ગેંગ પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. જવાન સાથે નયનતારાનું બોલિવુડ ડેબ્યૂ પણ ધમાકેદાર છે. તો ત્યાં દીપિકા પાદુકોણ અને સંજય દત્ત પણ શાનદાર કેમિયો કરી રહ્યા છે. જવાનની ગર્લ ગેંગ સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, ગિરિજા ઓક ગોડબોલે, સંજીતા ચેટર્જી અને લહર ખાને સારી એક્ટિંગ કરી છે. વિજય સેતુપતિ પણ ઈમ્પ્રેસિવ રોલમાં છે.