Mahesh babu father Krishna Passes away : સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું અવસાન

|

Nov 15, 2022 | 8:09 AM

Mahesh babu father Krishna : તમને જણાવી દઈએ કે કૃષ્ણા ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. જે બાદ ગઈકાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે લગભગ 4 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Mahesh babu father Krishna Passes away : સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું અવસાન
Mahesh Babu Father

Follow us on

સાઉથ સિનેમાના સુપરસ્ટાર એક્ટર મહેશ બાબુ માટે આ વર્ષ ઘણું ખરાબ સાબિત થયું. આ વર્ષની શરૂઆતમાં તેના મોટા ભાઈએ આ દુનિયા છોડી દીધી અને તે પછી તેની માતાએ પણ બધાને અલવિદા કહી દીધું. હવે આ પછી અભિનેતાને વધુ એક ઝટકો લાગ્યો છે, જે સાંભળીને બધા ચોંકી ગયા છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણાનું નિધન થયું છે. જણાવી દઈએ કે રવિવારે મોડી રાત્રે તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને હૈદરાબાદની કોન્ટિનેંટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, કૃષ્ણાને હાર્ટ એટેક આવ્યો હતો. જેના પછી તે બેહોશ થઈ ગયો હતો. મહેશ બાબુની જેમ તેમના પિતા પણ સાઉથના જાણીતા ચહેરા હતા. 79 વર્ષની ઉંમરે તેમની વિદાયથી સમગ્ર ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં સવારે લગભગ 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ

ગઈકાલે 20 મિનિટ માટે CPR આપવામાં આવ્યું હતું

તમને જણાવી દઈએ કે, કૃષ્ણા વય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તે 13મી નવેમ્બરે નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં પણ ગયા હતા. ગતરોજ હોસ્પિટલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ તેમને 20 મિનિટ સુધી CPR આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમની હાલત સ્થિર થઈ ગઈ હતી, પરંતુ કદાચ ભાગ્ય પાસે કંઈક બીજું હતું.

પહેલેથી જ માતા અને ભાઈ ગુમાવ્યા છે

મહેશ બાબુના પિતા કૃષ્ણાએ થોડાં સમય પહેલા તેમની પત્ની ઇન્દિરા દેવીને ગુમાવી હતી. આવી સ્થિતિમાં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની પત્નીને ગુમાવવાના દુઃખમાંથી બહાર આવી શક્યા નહી. ઈન્દિરા દેવીનું દોઢ મહિના પહેલા 28 સપ્ટેમ્બર 2022ના રોજ અવસાન થયું હતું. એટલું જ નહીં, આ પહેલા મહેશ બાબુએ પોતાના મોટા ભાઈ રમેશને પણ ગુમાવ્યો હતો. રમેશનું 8 જાન્યુઆરી, 2022ના રોજ અવસાન થયું હતું.

Next Article