સામંથા રુથ પ્રભુએ વાંદરા સાથે કરી મસ્તી, છીનવી લીધા ચશ્મા, જુઓ Video

|

Jul 28, 2023 | 8:01 PM

સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) હાલમાં તેની મિત્ર અનુષા સ્વામી સાથે ઈન્ડોનેશિયામાં રજાઓ માણી રહી છે. સામંથાએ સોશિયલ મીડિયા પર બાલી વેકેશનની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.

સામંથા રુથ પ્રભુએ વાંદરા સાથે કરી મસ્તી, છીનવી લીધા ચશ્મા, જુઓ Video
Samantha Ruth Prabhu
Image Credit source: Social Media

Follow us on

સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) હાલમાં જ થોડા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. સામંથા રૂથ પ્રભુ તેની મિત્ર અનુષા સ્વામી સાથે ઈન્ડોનેશિયામાં વેકેશન માણી રહી છે. બંને પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યાં છે. સામંથા અને અનુષાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઉલુવાટુ રોડ ટ્રીપનો વીડિયો અને ફોટો શેર કર્યા છે. બંનેએ આ રોડ ટ્રીપની કેટલીક ખાસ ઝલક પણ શેર કરી છે. આ વેકેશનમાં એક્ટ્રેસ સાથે પણ કંઈક આવું જ બન્યું છે, જેનો વીડિયો અને ફોટો સામંથાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

એક્ટ્રેસ માણી રહી છે મજા

બાલી વેકેશનમાં એક્ટ્રેસનો સામનો કેટલાક વાંદરાઓ સાથે થાય છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વાંદરાઓનો વીડિયો અને ફોટો પણ શેર કર્યો છે. એક્ટ્રેસ તેની મિત્ર અનુષા સાથે બાલીમાં ઉલુવાટુની રોડ ટ્રીપ પર ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક્ટ્ર્સ મજા માણી રહી છે. આ દરમિયાન સામંથા ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેના માથા પર ટોપી છે અને તેને બ્લેક કલરના ચશ્મા પહેર્યા હતા. સામંથા રૂથ પ્રભુ આ લુકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

(VC: Samantha Ruth Prabhu Instagram)

એક્ટ્રેસે શેર કર્યો વીડિયો

સામંથાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલાક વાંદરાઓ દેખાઈ રહ્યા છે. એક્ટ્રેસે જણાવ્યું કે એક વાંદરો પહેલા તેની આસપાસ ફરતો હતો અને પછી અચાનક ચશ્મા લઈને ભાગી ગયો. તેણે એક ફોટો શેર કર્યો છે, જેમાં તે મિત્ર અનુષા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે અને આ તસવીરમાં વાંદરો પાછળથી તેને જોતો જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે એક્ટ્રેસ વાંદરા પર દિલ દોર્યું છે. સામંથા રૂથ પ્રભુએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વધુ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વાંદરાના હાથમાં ચશ્મા દેખાઈ રહ્યા છે, સામંથાએ આ વીડિયો પર લખ્યું, ‘તેની પસંદગી ઘણી સારી છે.’

આ પણ વાંચો : ગદર 2ના ટ્રેલર કરતાં પણ મજેદાર છે આ Video, સની દેઓલ અને અમીષા પટેલ ભાંગડા કરતા જોવા મળ્યા

સામંથા રૂથ પ્રભુની અપકમિંગ ફિલ્મ

સામંથા રૂથ પ્રભુ છેલ્લે ફિલ્મ ‘શાકુંતલમ’માં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ ટૂંક સમયમાં જ વરુણ ધવન સાથે ફિલ્મ ‘સિટાડેલ’માં જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article