સામંથાએ તેની બિલાડી ‘ગેલૈટો’ સાથે કર્યું વર્કઆઉટ, Video થયો વાયરલ

|

Aug 01, 2023 | 6:19 PM

એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ (Samantha Ruth Prabhu) સોમવારે જિમમાં વર્કઆઉટ કરતો તેનો એક વીડિયો શેર કર્યો હતો, જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

સામંથાએ તેની બિલાડી ગેલૈટો સાથે કર્યું વર્કઆઉટ, Video થયો વાયરલ
Samantha Ruth Prabhu
Image Credit source: Instagram

Follow us on

એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુએ (Samantha Ruth Prabhu) સોમવારે જિમમાં વર્કઆઉટ કરતો એક વીડિયો શેર કર્યો હતો, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે સામંથાએ એક્ટિંગમાંથી બ્રેક લીધો છે, તે તેના હેલ્થ પર ધ્યાન આપવા માંગે છે. તે માયોસિટિસ નામની ઓટોઈમ્યૂન સ્થિતિથી પીડિત છે. વેબએમડી મુજબ માયોસિટિસ સ્નાયુઓમાં સોજા પેદા કરે છે, જેના કારણે મસલ્સ નબળા, પીડાદાયક અને થાકેલા બની જાય છે.

સામંથાએ શેર કર્યો વીડિયો

ફિટનેસ ફ્રીક સામંથા તેના બાલી વેકેશન પછી ભારત પરત ફરી છે અને તેના નવા વર્કઆઉટ વીડિયો દ્વારા તેના ફેન્સને મન્ડે મોટિવેશન આપી રહી છે. વર્કઆઉટનો વીડિયો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યો છે. વીડિયોમાં સામંથા તેની પાલતુ બિલાડી ગેલૈટો સાથે કસરત કરતી જોવા મળે છે. સામંથાએ બ્લેક ટી-શર્ટ, ગ્રે શોર્ટ્સમાં જોવા મળી રહી છે અને પોતાની બિલાડીને પ્રેમ કરતા વર્કઆઉટ કરી રહી છે.

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

(VC: SAM ARMY Twitter)

સામંથા નિકી મિનાજ, રિહાનાની ‘ફ્લાય’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિક પર કામ કરી રહી છે. હાલમાં સામંથા વેકેશન પર બાલીમાં હતી, જ્યાંથી સામંથાએ પોતાની અને પ્રકૃતિની સુંદર તસવીરો શેર કરી હતી. સામંથા ફૂડ, બીચ, મ્યુઝિક, પરંપરાગત મૂર્તિઓ અને આઈસ્ક્રીમના ફોટા પણ શેર કર્યા. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું, “થોડું જીવો”.

આ પણ વાંચો : આદિત્ય રોય કપૂરે સારા અલી ખાન સાથે કર્યું રેમ્પ વોક, ફેન્સે કહ્યું – ‘આ જોડી હોટ છે’, જુઓ Video

આ ફિલ્મમાં જોવા મળશે સામંથા

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તેની અપકમિંગ રોમેન્ટિક તેલુગુ ફિલ્મ વિજય દેવરકોંડાની સામે ‘કુશી’ છે, જે 1 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. વિજય દેવરકોંડા અને સામંથા રૂથ પ્રભુની ફિલ્મ ‘કુશી’નું ટાઈટલ ટ્રેક તાજેતરમાં રિલીઝ થઈ છે. ફિલ્મના નિર્માતાઓએ ગીતનું તેલુગુ વર્ઝન તેમજ હિન્દી વર્ઝન રિલીઝ કર્યું હતું. કુશીનું નવું ગીત ખૂબ જ રોમેન્ટિક છે અને ખૂબ જ ક્યૂટ છે. ફેન્સને આ ગીત ખૂબ પસંદ આવી રહ્યું છે. રિલીઝ થતાની સાથે જ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસ વરુણ ધવન સાથે ‘સિટાડેલ’ની રિમેકમાં પણ જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article