Samantha Ruth Prabhuનું ધોરણ 10નું રિપોર્ટ કાર્ડ થયું વાયરલ, એક્ટ્રેસે કહ્યું- આ ફરી સામે આવી ગયું

Samantha Ruth Prabhu Report Card: સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુનું (Samantha Ruth Prabhu) દસમા ધોરણનું રિપોર્ટ કાર્ડ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. એક્ટ્રેસના માર્ક જોઈને બધા હેરાન થઈ જાય છે.

Samantha Ruth Prabhuનું ધોરણ 10નું રિપોર્ટ કાર્ડ થયું વાયરલ, એક્ટ્રેસે કહ્યું- આ ફરી સામે આવી ગયું
Samantha Ruth Prabhu
| Edited By: | Updated on: Apr 28, 2023 | 9:51 PM

Samantha Ruth Prabhu: સાઉથની એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. આ દરમિયાન સામંથા ફરી એકવાર લાઈમલાઈટમાં આવી છે અને આ વખતે લાઈમ લાઈટમાં આવવા પાછળનું કારણ તેનું રિપોર્ટ કાર્ડ છે. સાઉથ એક્ટ્રેસનું 10મા ધોરણનું રિપોર્ટ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેને જોયા બાદ હવે બધા અંદાજો લગાવી રહ્યા છે કે સામંથા અભ્યાસના મામલે કેવી વિદ્યાર્થીની હતી.

પરંતુ આ રિપોર્ટ કાર્ડ જોયા પછી, હવે બધા સહમત થયા છે કે એક મહાન એક્ટ્રેસ હોવા સિવાય સામંથા એક શાનદાર વિદ્યાર્થી પણ છે. તેના માર્ક તેનો પુરાવો છે. સામંથાને દરેક વિષયમાં 80થી વધુ માર્ક્સ મળ્યા છે. 80થી ઉપરના માર્કસનો અર્થ એ છે કે સામંથા અભ્યાસમાં ખૂબ સારી હતી. સામંથાએ ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. હવે સામંથાએ પોતે આ રિપોર્ટ કાર્ડનો ફોટો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેના રિપોર્ટ કાર્ડને ફરીથી શેર કરતા સામંથાએ કેપ્શનમાં લખ્યું, “હા હા યે ફિર સામને આ ગયા”. આ વિશે ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ સામંથાને અભ્યાસમાં આગળ કરિયર બનાવવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક તેના પર ગર્વ અનુભવે છે. આ સિવાય સામંથાના ફેન્સ હાર્ટ ઇમોજીસ શેર કરીને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ સામંથાની ફિલ્મ શાકુંતલમ રીલિઝ થઈ હતી.

આ પણ વાંચો : Viral Video: દુનિયાની સૌથી સુંદર છોકરી કોને માને છે ઐશ્વર્યા રાય? એક્ટ્રેસે આપ્યો જવાબ

આ ફિલ્મથી સામંથા સાથે મેકર્સને પણ ઘણી આશા હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. ફિલ્મથી મળેલી નિરાશા બાદ મધુ શાહે કહ્યું કે બોક્સ ઓફિસ પર શાકુંતલમનું ઓછી કમાણી દિલ તોડનાર છે. સામંથા અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તેના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી માહિતી શેર કરે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…