PSM 100: વડાપ્રધાન મોદી, મુકેશ અંબાણી સહિત સાઉથના સુપરસ્ટાર રામચરણને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે આપવામાં આવ્યું આમંત્રણ

અમદાવાદના ઓગણજમાં 15મી ડિસેમ્બરથી મહોત્સવનો પ્રારંભ થશે. 30 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો લોકો હાજરી આપશે. ત્યારે આવતી કાલે પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાતમાં આવશે. મોદી સિવાય આ મહોત્સવમાં રામચરણ (Ramcharan) અને મુકેશ અંબાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

PSM 100:  વડાપ્રધાન મોદી, મુકેશ અંબાણી સહિત સાઉથના સુપરસ્ટાર રામચરણને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે આપવામાં આવ્યું આમંત્રણ
Ramcharan garu
| Edited By: | Updated on: Dec 13, 2022 | 7:54 PM

અમદાવાદના ઓગણજમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે. મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજના સન્માનમાં ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો આ મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે. અમદાવાદના આંગણે રૂડો અવસર આવી રહ્યો છે અને 14 ડિસેમ્બરથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે 14 ડિસેમ્બરે પીએમ મોદી ફરી અમદાવાદ આવશે અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કરશે. 14 ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે મહોત્સવનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. BAPSના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ થશે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય સાઉથ એક્ટર રામચરણ અને મુકેશ અંબાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

1 વર્ષ પહેલા જ તૈયારી શરુ થઈ ગઈ હતી તૈયારી

સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ માટે 1 વર્ષ પહેલા જ તૈયારી શરુ થઈ ગઈ હતી. અમદાવાદમાં 600 એકર જમીન પર છેલ્લા 10 મહિનામાં 80,000 સ્વયંસેવકોએ રાત-દિવસ કામ કરીને વિશાળ પ્રમુખ સ્વામી નગર બનાવ્યુ છે. આ નગર બનાવવા માટે 45 જેટલાં વિભાગોમાં સંતોની નિશ્રામાં સેવારત 80,00 સ્ત્રી-પુરુષ સ્વયંસેવકોનો દિવસ-રાત ભક્તિમય પુરુષાર્થ કર્યો છે. બાળ સ્વયંસેવકો/સ્વયંસેવિકા પણ આ સેવા યજ્ઞમાં જોડાયા છે. 4500 જેટલા બાળ-બાલિકા સ્વયંસેવકો/સ્વયંસેવિકાઓ આવનારા 1 મહિના સુધી મનોહર અને પ્રેરણાદાયી બાળ નગરીનું સંચાલન કરશે. આબાલ -વૃદ્ધ- સ્ત્રી- પુરુષ સૌ કોઈ શતાબ્દી મહોત્સવ માટે સ્વયંસેવક બન્યા છે. સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ માટે સેવારત હજારો સ્વયંસેવકોમાં, કોઈ ઉદ્યોગપતિ છે, તો કોઈ સરકારી પદાધિકારીઓ છે, કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી છે, તો કોઈક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે.

એક મહિના સુધી ચાલશે આ મહોત્સવ

એક મહિના સુધી મહોત્સવનું સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે.

ગ્લો ગાર્ડન પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું આકર્ષણનું કેન્દ્ર

મેક ઈન ઈન્ડિયાના વિચારથી ગ્લો ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે. જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે ઓળખાય છે. સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે. આ સિવાય પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર આ સ્વર્ણિમ મૂર્તિ સ્થાપવામાં આવી છે. મૂર્તિની ચારે તરફના વર્તુળમાં પ્રમુખસ્વામી મહારાજના અદભૂત પ્રેરક પ્રસંગો પણ રાખવામાં આવી છે. જે પણ આકર્ષણ બની રહેશે.

Published On - 7:51 pm, Tue, 13 December 22