Sonu Sood Viral Video: ફિલ્મ અભિનેતા સોનુ સૂદ છેલ્લા કેટલાક સમયથી પોતાની ઉદારતાને લઈને ચર્ચામાં છે. સોનુ સૂદે કોરોનાના સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરવાનું કામ શરૂ કર્યું હતું તે આજે પણ ચાલુ છે. હવે તેના ઘરની બહાર પણ ઘણીવાર સેંકડો લોકોની ભીડ હોય છે. સોનુ સૂદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. અવારનવાર તે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના વીડિયો શેર કરતો રહે છે. હવે તે ગુટખા ખાતા વ્યક્તિને ઠપકો આપતા જોવા મળ્યા છે.
હાલમાં જ સોનુ સૂદે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે રોડ કિનારે કોફી પીવા ગયો હતો. આ દરમિયાન એક વ્યક્તિ તેને મળે છે, જે ગુટખા ખાતો હોય છે, જેના પર અભિનેતાએ ક્લાસ લીધો હતો. સોનુ સૂદ કહે છે, તું ગુટખા કેમ ખાય છે? ગુટખા ખાવાનું બંધ કર.
સોનુ સૂદ વ્યક્તિને તેનું નામ પણ પૂછે છે, જેના જવાબમાં તેણે કહ્યું કે મારું નામ નાગેશ છે. ત્યારે સોનુ સૂદ કહે છે કે આજ પછી નાગેશ ગુટખા નહી ખાય. સોનુ સૂદ ગુટખાના દુકાનના માલિકને કહે છે કે તેને ગુટખા ન આપ તેનો પરિવાર બગડી રહ્યો છે. તેને કોફી પીવડાવ.
સોનુ સૂદ કારમાંથી નીચે ઉતરે છે, ત્યારે તે કહે છે, રાતના 10:30 વાગ્યા છે. અમે ચંદ્રપુરથી નાગપુર તરફ જઈ રહ્યા છીએ. રસ્તામાં એક ચાની દુકાને રોકાઈ ગયા છીએ. જ્યારે સોનુને દુકાનદારનું નામ પૂછવામાં આવે છે, જેના પર તે કહે છે, અક્ષય, તો સોનુ સૂદ કહે છે, કયો, કુમાર વાલા, આ દરમિયાન સોનુ સૂદ કોફી વેચનારને પૂછે છે કે સવારથી કેટલા કપ વેચાયા છે? તેના પર તે કહે છે કે ત્રણસો. આના પર સોનુ સુદ કહે છે કે મને પાર્ટનરશિપ આપ.