Sonu Sood On Sakshi Murder Case : સાક્ષી મર્ડર કેસ પર સોનુ સૂદે કહી આ મોટી વાત, કહ્યું- ‘એક પિતાએ દીકરી ગુમાવી છે કારણ કે….’

Sonu Sood On Sakshi Murder Case : દિલ્હીના સાક્ષી મર્ડર કેસે બધાને હેરાન કરીને રાખી દીધા છે. હવે બોલિવૂડ એક્ટર સોનુ સૂદે ટ્વિટ કરીને આ મામલે પ્રતિક્રિયા આપી છે.

Sonu Sood On Sakshi Murder Case : સાક્ષી મર્ડર કેસ પર સોનુ સૂદે કહી આ મોટી વાત, કહ્યું- એક પિતાએ દીકરી ગુમાવી છે કારણ કે....
Sonu Sood On Sakshi Murder Case
| Edited By: | Updated on: May 31, 2023 | 7:45 PM

Sonu Sood On Sakshi Murder Case : દિલ્હીનો સાક્ષી હત્યા કેસ આ દિવસોમાં દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કિસ્સાએ બધાને હેરાન કરી દીધા છે કે, કોઈ વ્યક્તિ આટલી નિર્દયતાથી બીજાને રીતે મારી શકે? કોઈ કેમ બીજાનો જીવ લઈ શકે? આ બાબત બોલિવૂડ એક્ટર સોનુ સૂદને પણ પરેશાન કરી રહી છે.

આ પણ વાંચો : સાક્ષીની હત્યા મુદ્દે રાજકારણ ગરમાયું, પરિવારજનોને મળ્યા હંસરાજ હંસ, ભાજપે કહ્યુ- આ લવ જેહાદ

સોનુ સૂદ બોલિવૂડનો એવો એક્ટર છે જે હંમેશા સામાન્ય લોકોની મદદ માટે હાથ લંબાવતો જોવા મળે છે. તેણે સાક્ષી મર્ડર કેસને લઈને એક ટ્વીટ કર્યું અને આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો. ચાલો તમને જણાવીએ કે તેણે શું કહ્યું.

સોનુ સૂદે આ વાત કહી

આ બાબતે ટ્વીટ કરીને સોનુ સૂદે લખ્યું કે, ” કાશ કોઈમાં એવી હિંમત હોત કે કોઈ દિલ્લીની 16 વર્ષીય સાક્ષીને ચાકુ મારતા વ્યક્તિને લાત મારીને બાજુ પર કરી શક્યા હોત. અપરાધને જોવો અને તેની અવગણના કરવી એ કાયરતા છે. સોનુ સૂદે પોતાના ટ્વીટમાં આગળ કહ્યું કે, “એક પિતાએ પોતાની દીકરીને એટલા માટે નથી ગુમાવી કે કોઈ સાહિલે તેને મારી નાખી, પરંતુ એટલા માટે કે કોઈ તેને બચાવવા માટે આગળ ન આવ્યું.”

તમને જણાવીએ કે આ મામલો શનિવારનો છે. સાહિલે સાક્ષી પર છરીના 16 ઘા માર્યા અને તેનું ગળું દબાવીને હત્યા કરી. આટલું જ નહીં સાક્ષીને માર માર્યા બાદ સાહિલે સાક્ષીના માથા પર પથ્થર પણ માર્યો હતો.

બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવશે સોનુ સૂદ

જો કે સોનુ સૂદ બિહારમાં સ્કૂલ ખોલવાને લઈને પણ ચર્ચામાં છે. વાસ્તવમાં, તેણે બિહારના એક એન્જિનિયર સાથે હાથ મિલાવ્યા જે પોતાની નોકરી છોડીને અનાથ બાળકોને ભણાવવા આગળ આવ્યા છે. સોનુ સૂદ તે એન્જિનિયરને સપોર્ટ કરી રહ્યો છે. સોનુ સૂદ ઈન્ટરનેશનલ સ્કૂલના નામથી એક સ્કૂલ શરૂ કરવામાં આવી છે. સોનુ સૂદે શાળાની નવી ઇમારત બનાવવાની જાહેરાત કરી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો