Viral Video: યુવાનના અવાજે સોશિયલ મીડિયા પર ચલાવ્યો જાદુ, સાંભળીને જ સોનુ સૂદે આપી મોટી ઓફર

બોલિવુડ એક્ટર સોનુ સૂદને (Sonu Sood) ટેલેન્ટની સાચી કદર છે. એક્ટર હંમેશા નવી કળા અને યુવાનોને મોટિવેટ કરે છે અને જરૂર પડે ત્યારે તેમની મદદ પણ કરે છે. હાલમાં જ તેને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સિંગર અમરજીત જયકરના વખાણ કર્યા અને તેની ફિલ્મમાં ગાવાની તક આપી.

Viral Video: યુવાનના અવાજે સોશિયલ મીડિયા પર ચલાવ્યો જાદુ, સાંભળીને જ સોનુ સૂદે આપી મોટી ઓફર
Amarjeet Jaikar - Sonu Sood
Image Credit source: Twitter - Instagram
| Edited By: | Updated on: Feb 24, 2023 | 6:36 PM

આજનો સોશિયલ મીડિયાનો જમાનો છે. આ યુગમાં દરેક ઘરમાંથી ટેલેન્ટ સામે આવે છે. કોઈ સ્ટેશન પર બેઠેલી એક મહિલાનું ગીત વાયરલ થાય છે અને તે રાનુ મંડલ રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે અને લોકો તેની સરખામણી લતા મંગેશકર સાથે કરવા લાગે છે. કોઈ નાનું બાળક જાને મેરી જાનેમન ગીત ગાય છે અને આ ગીત આખા દેશમાં વાયરલ થઈ જાય છે. સોશિયલ મીડિયાના યુગમાં કંઈ પણ શક્ય છે. આજે બિહારના એક છોકરાનો અવાજ દેશભરમાં ગુંજી રહ્યો છે. આ વાત છે બિહારના યુવક અમરજીત જયકરની. જેના ગીતોના વીડિયો હાલમાં સતત ચર્ચામાં છે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદે અમરજીતની મદદ કરી છે. આ માટે સિંગરે તેમનો આભાર પણ માન્યો છે.

અમરજીત જયકરે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ સારા સમાચાર શેયર કર્યા છે. તેને ટ્વિટર પર એક ક્લિપ શેયર કરી જેમાં તેને કહ્યું- ફાઈનલી હું આ પળની રાહ જોઈ રહ્યો હતો. મેં સોનુ સર સાથે વાત કરી. તેમને કહ્યું છે કે તેમની અપકમિંગ ફિલ્મ આ રાહી હૈ ફતેહમાં મને ગાવાની તક આપી છે. તેથી હું 27 અને 28 તારીખે મુંબઈમાં હોઈશ. હું આ વાતથી ખૂબ જ ખુશ છું. હું ખૂબ જ ખુશ છું કે સર (સોનુ સૂદ) મને આ માટે સક્ષમ માન્યો. તમે મને તમારો પ્રેમ અને આશીર્વાદ જરૂર આપો.

આ પહેલા પણ સોનુ સૂદે અમરજીતનો એક વીડિયો શેયર કર્યો હતો અને કહ્યું હતું કે – એક બિહારી સો પર ભારી. અમરજીતે પણ તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. માત્ર સોનુ સૂદ જ નહીં, પરંતુ દેશના સૌથી મોટા સિંગરમાંથી એક સોનુ નિગમે પણ તેના ગીતના વખાણ કર્યા હતા. તેને અમરજીતનો વીડિયો શેયર કરતા કહ્યું હતું કે – મુંબઈમાં ઓટોટ્યુનનો ઉપયોગ કરીને ગાવા વાળા હજારો મળશે પણ જે પોતાના ખરા અવાજથી મનને મોહી લે તે જ સાચો ગાયક છે. આ યુવાનનું નામ અમરજીત જયકર છે અને તે બિહારનો રહેવાસી છે. આવા ટેલેન્ટનું સન્માન કરવું જોઈએ.

આ પણ વાંચો: નવાઝુદ્દીન સિદ્દીકીના પ્રેમમાં પડશે શહનાઝ? બી પ્રાકના મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે !

આ ગીતથી પહેલા થયો હતો પોપ્યુલર

તમને જણાવી દઈએ કે અમરજીતનું નામ સૌથી પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જ્યારે તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે મસ્તી ફિલ્મનું ગીત રુખ જિંદગી મેં મોડ લિયા કૈસા ગીત ગાતો જોવા મળ્યો હતો. તેનો નેચરલ વોઈસથી લોકોને રિલેટ કર્યા અને તેના સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. તે 90ના દાયકામાં ગાયેલા કુમાર સાનુ અને ઉદિત નારાયણના ગીતો ગાય છે અને ફેન્સને પોતાના શાનદાર અવાજથી મંત્રમુગ્ધ કરી દે છે.