Sonakshi Sinha Engaged : શું સોનાક્ષી સિંહાની સગાઈ થઈ ગઈ ! ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા ફેન્સમાં ચર્ચાનો માહોલ

સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) આજકાલ પોતાની અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને, તેના ચાહકોમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

Sonakshi Sinha Engaged : શું સોનાક્ષી સિંહાની સગાઈ થઈ ગઈ ! ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા ફેન્સમાં ચર્ચાનો માહોલ
શું સોનાક્ષી સિંહાની સગાઈ થઈ ગઈ છે
Image Credit source: instagram
| Edited By: | Updated on: May 09, 2022 | 2:39 PM

Sonakshi Sinha Engaged : શત્રુઘ્ન સિન્હાની લાડલી સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) આ દિવસોમાં પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ (Sonakshi Sinha instagram)હેન્ડલ પર એક પોસ્ટ મૂકી છે, જેમાં તે રિંગ પહેરેલી જોવા મળે છે. જેને જોઈને અભિનેત્રીના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તેણે સગાઈ કરી લીધી છે. આ પોસ્ટમાં સોનાક્ષીની ખુશી તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહી છે. જેમ તમે જોઈ શકો છો કે ફોટોમાં અભિનેત્રીની સાથે કોઈ બીજું પણ છે આ ફોટો અભિનેત્રીએ ક્રોપ કર્યો છે. જો કે આ વાત હજુ સ્પષ્ટ નથી થઈ, પરંતુ ફેન્સ તેમની ખુશી પાછળનું કારણ જાણવા બેતાબ છે.

આ દિવસોમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લાગે છે કે હવે આ લિસ્ટમાં સોનાક્ષી સિન્હાનું નામ પણ જોડાઈ જશે. તેમની નવી પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે. સોનાક્ષી સિન્હાની લેટેસ્ટ તસવીરોમાં તે એક મોટી હીરાની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. શેર કરેલી તસવીરમાં તેની સાથે એક ‘મિસ્ટ્રી મેન’ પણ છે, જેનો હાથ સોનાક્ષીએ પકડ્યો છે.

સોનાક્ષીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અહીં જુઓ

શું છે સોનાક્ષીનું સૌથી મોટું સપનું?

તેની આગળ સોનાક્ષીએ લખ્યું કે, ‘મારા માટે સૌથી મોટો દિવસ. મારું સૌથી મોટું સ્વપ્ન સાકાર થવાનું છે. હું તમારા બધા સાથે શેર કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહી છું. માની શકાય નહીં.’

 

Published On - 2:35 pm, Mon, 9 May 22