શું તમે Shah Rukh Khan ફેમિલીના Unseen ફોટો જોયા છે? ફેન્સે કહ્યું – હમારી પઠાણ ફેમિલી

Shah Rukh Khan Family : આખા પરિવાર સાથે શાહરૂખ ખાનની કેટલીક અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં ગૌરી, આર્યન, સુહાના અને અબરામ બધા દેખાઈ રહ્યા છે. કિંગ ખાનના ફેન્સને આ અનસીન તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

શું તમે Shah Rukh Khan ફેમિલીના Unseen ફોટો જોયા છે? ફેન્સે કહ્યું - હમારી પઠાણ ફેમિલી
Shah Rukh Khan Family
| Edited By: | Updated on: Apr 18, 2023 | 1:24 PM

Shah Rukh Khan Family : બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન સોશિયલ મીડિયાથી લઈને ફેન્સના દિલ પર અવાર-નવાર પ્રભુત્વ જમાવે છે. તેમનો આખો પરિવાર પણ હંમેશા સમાચારમાં રહે છે. શાહરૂખ છેલ્લા કેટલાક સમયથી પઠાણની સફળતાને લઈને વધુ લાઈમલાઈટમાં રહે છે. હવે આ દરમિયાન, કિંગ ખાનના આખા પરિવાર સાથેના અનસીન ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : રિલીઝ પહેલા Jawanના સેટ પરથી શાહરૂખ ખાનનો ફોટો થયો લીક, અભિનેતા બીચ પર શૂટિંગ કરતો જોવા મળ્યો

ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાનના ફેન પેજ પર કિંગ ખાનના પરિવાર સાથેના કેટલાક અનસીન ફોટો શેર કર્યા છે. પ્રથમ ફોટામાં દરેક બ્લેક એન્ડ વ્હાઇટ મેચિંગ આઉટફિટમાં જોવા મળે છે. તસવીરમાં જોઈ શકાય છે કે ગૌરી અને આર્યન આગળ બેઠા છે અને અબરામ, સુહાના અને શાહરૂખ પાછળ છે.

શાહરૂખ ખાનનો આ ફેમિલી ફોટો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. બધા એક સાથે પોઝ આપી રહ્યા છે. આ સિવાય એક અન્ય ફોટો વાયરલ થઈ રહ્યો છે, જે તમે નીચે જોઈ શકો છો. આ તસવીરમાં જોઈ શકાય છે કે શાહરૂખ, આર્યન અને અબરમ સફેદ ટી-શર્ટ સાથે ડેનિમ જેકેટ પહેરેલા જોવા મળે છે. જ્યારે ગૌરી અને સુહાનાએ સફેદ રંગના મેચિંગ આઉટફિટ્સ પહેર્યા છે. હવે આ તમામ તસવીરો ઈન્ટરનેટ પર છે.

શાહરૂખ અને આર્યનનું ફોટોશૂટ

ફેમિલી ફોટો સિવાય શાહરૂખ ખાન અને આર્યનનું એક ફોટોશૂટ પણ વાયરલ થઈ રહ્યું છે, જેને ફેન પેજ દ્વારા પણ શેર કરવામાં આવ્યું છે. આ તસવીરમાં કિંગ ખાન પુત્રના ખભા પર હાથ રાખીને પોઝ આપતો જોવા મળી રહ્યો છે. બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે અને ડેશિંગ લાગી રહ્યા છે.

આ તસવીરો સામે આવતા જ તે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. હવે શાહરૂખ ખાનના ચાહકો તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તેમને આ તસવીરો ખૂબ જ પસંદ છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, “અમારો પઠાણ પરિવાર.” અન્ય એક યુઝરે લખ્યું, “કેટલો સરસ પરિવાર.” અન્ય યુઝરે કોમેન્ટ્સ કરી છે કે, “પરફેક્ટ ફેમિલી.”

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 12:51 pm, Tue, 18 April 23