Arijit Singh Video: સ્કૂટર પર રાશન ખરીદવા નીકળ્યા અરિજીત સિંહ!, લોકોએ કહ્યું- પૈસા બચાવી રહ્યા છો

Arijit Singh Video: લાખો લોકોના દિલની ધડકન અરિજીત સિંહનો (Arijit Singh) હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રાશન ખરીદવા સ્કૂટર પર જતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

Arijit Singh Video: સ્કૂટર પર રાશન ખરીદવા નીકળ્યા અરિજીત સિંહ!, લોકોએ કહ્યું- પૈસા બચાવી રહ્યા છો
Arijit Singh
| Edited By: | Updated on: May 24, 2023 | 6:45 PM

Arijit Singh Viral Video: ફેમસ સિંગર અરિજીત સિંહનો (Arijit Singh) હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેની સાદગી જોઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે. અત્યારે અરિજીત સિંહ દેશમાં તમામ લોકોનો ફેવરિટ સિંગર્સમાંથી એક છે. તેની કમાણી લાખો કરોડોમાં છે. આવી પરિસ્થિતિમાં તેને સ્કૂટર પર જોઈને બધા હેરાન થઈ જાય છે. જોકે ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

અરિજીત સિંહના વાયરલ વીડિયોમાં તે રાશન ખરીદવા માટે સ્કૂટર પર જતો જોવા મળે છે. આ દરમિયાન તે સિમ્પલ લુકમાં પણ જોવા મળી રહ્યો છે. અરિજીત સિંહની આ સ્ટાઈલથી લોકો ઈમ્પ્રેસ થઈ ગયા છે.

ક્યાંનો છે આ વાયરલ વીડિયો

વાયરલ વીડિયો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં અરિજીત તેના પડોશીઓ સાથે બંગાળી ભાષામાં વાત કરતો જોવા મળે છે. તેના હાથમાં રાશન રાખવા માટે બેગ પણ છે. આ વીડિયોમાં તે કહે છે કે તેની પત્ની બ્લડ બેંકમાં ગઈ છે અને તે હવે ઠીક છે. આ પછી તે સ્કૂટરની સીટ ઉપાડે છે અને તેની અંદર બેગ રાખીને ત્યાંથી નીકળી જાય છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

સ્કૂટર પર અરિજીત સિંહને જોઈને ઘણા લોકો તેની સિમ્પલિસિટીના વખાણ કરતા થાકતા નથી. ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. આરજે બિસ્વાસ નામના ઈન્સ્ટા યુઝરે કોમેન્ટ કરી, “શું સિમ્પલિસિટી, પૈસા બચાવી રહ્યા છે. ગરીબી હજી દૂર થઈ નથી. એક યુઝરે લખ્યું કે શું જેણે પૈસા કમાયા છે તે સ્કૂટર ચલાવી શકતો નથી. તેને શોખ હશે.

આ પણ વાંચો : Priyanka Chopraને અન્ડરવેરમાં જોવા માંગતો હતો ફિલ્મમેકર, એક્ટ્રેસે કર્યો ખુલાસો

આ દરમિયાન એક યુઝરે લખ્યું, “ખૂબ સરસ અરિજીત ભાઈ.” એક યુઝરે લખ્યું છે કે તે અસલી હીરો છે. તમને જણાવી દઈએ કે અરિજીત સિંહ પોતાના સુરીલા અવાજને કારણે લોકોનો ફેવરિટ સિંગર બની ગયો છે. તેની હિટ ફિલ્મોના ગીતની લિસ્ટ ઘણી લાંબી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:44 pm, Wed, 24 May 23