એઆર રહેમાનના પુત્રનો ક્રેન દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યો જીવ, કહ્યું- જો એક ઈંચ પણ આઘું પાછું થતું તો….

AR Rahman Son AR Ameen: હાલમાં જ એક ગીતના શૂટિંગ દરમિયાન સિંગર એઆર રહેમાનના પુત્ર એઆર અમીન (AR Ameen) સાથે સેટ પર એક મોટો અકસ્માત થયો હતો, જેના કારણે તે બચી ગયો હતો.

એઆર રહેમાનના પુત્રનો ક્રેન દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યો જીવ,  કહ્યું- જો એક ઈંચ પણ આઘું પાછું થતું તો....
Singer ar rahman son ar ameen
| Edited By: | Updated on: Mar 05, 2023 | 6:24 PM

AR Rahman Son AR Ameen: બોલિવુડના ફેમસ સિંગર એઆર રહેમાનના પુત્ર એઆર અમીન સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે. અમીન ગુરુવારે તેના એક ગીતના વીડિયોનું શૂટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સેટ પર એક મોટી દુર્ઘટના થઈ હતી જેના કારણે તે માંડ માંડ બચી ગયો હતો. ક્રેનમાંથી લટકતું ઝુમ્મર નીચે પડ્યું ત્યારે દરેક લોકો શૂટિંગમાં બિઝી હતા. પરંતુ આ દુર્ઘટનામાં અમીન બચી ગયો હતો. અમીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરતા આ વિશે જણાવ્યું છે.

આ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા અમીને લખ્યું, “હું અલ્લાહ, મારા માતા-પિતા, પરિવાર, પ્રિયજનો અને ટીચરનો આભાર માનું છું કે હું સુરક્ષિત અને જીવિત છું. ત્રણ દિવસ પહેલાની વાત હતી. હું એક ગીત માટે શૂટિંગ કરી રહ્યો હતો અને મને ટીમ પર વિશ્વાસ હતો કે તેઓ એન્જિનિયરિંગ અને સુરક્ષાનું ધ્યાન રાખશે. જ્યારે હું કેમેરાની સામે મારા પર્ફોમન્સ પર ફોક્સ કરી રહ્યો હતો, ત્યારે ઝુમ્મર અને જેના પર તે લટકતું હતું તે ક્રેનમાંથી નીચે પડી ગયું.”

માથા પર પડતા રહી ગયું ઝુમ્મર

અમીને આગળ લખ્યું છે કે, “હું બિલકુલ તેની નીચે જ હતો. જો તે થોડા ઈંચ આઘું પાછું થતું તો અથવા થોડી સેકન્ડ વહેલું અથવા પછી થયું હોત, તો બધું મારા માથા પર પડ્યું હોત. હું અને મારી ટીમ આઘાતમાં છીએ અને તેમાંથી બહાર નીકળી શક્યા નથી.

આ પણ વાંચો : એરપોર્ટ પર શ્રદ્ધા કપૂરે ફેન સાથે ‘તુ જૂઠી મેં મક્કાર’ ગીત પર કર્યો ડાન્સ, જુઓ Video

ફેન્સે આપી પ્રતિક્રિયા

એઆર અમીને આ જાણકારી શેયર કરતા જ, તેના તમામ ફેન્સ તેના માટે ચિંતિત થઈ ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા. તેની બહેન ખતિજાએ ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરતાં લખ્યું, “હાર્ટબ્રેકિંગ અમીન. હું કલ્પના કરી શકાતી નથી તમને કેવું લાગ્યું હશે. મારી પ્રાર્થના અને પ્રેમ હંમેશા તમારી સાથે છે.” એક્ટ્રેસ કનિકા કપૂરે પણ કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું, “ઓએમજી.” તેની સાથે ફેન્સ પણ અમીનની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ઉપરવાળાનો આભાર.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “થેન્ક ગોડ. સુરક્ષિત રહો અમીન.”

Published On - 6:21 pm, Sun, 5 March 23