Sid Kiara Sangeet Ceremony Video: સિદ્ધાર્થ-કિયારાના લગ્નનો એક નવો વીડિયો આવ્યો સામે, જોવા મળી સંગીત સેરેમનીની ઝલક

Sidharth Malhotra Kiara Advani New Wedding Video: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નનો (Kiara Sidharth Wedding) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કિયારાના ભાઈ મિશાલનો એક વીડિયો સામે આવ્યો છે. તેને તેની બહેનના લગ્નમાં ગીત ગાયું હતું.

| Edited By: | Updated on: Feb 11, 2023 | 5:02 PM

Sidharth Malhotra Kiara Advani Sangeet Ceremony: સિદ્ધાર્થ-કિયારા લગ્ન પછી સતત ચર્ચામાં છે. બંનેની જોડી ફેન્સને પસંદ આવી રહી છે. 7 ફેબ્રુઆરી 2023 ના રોજ આ લવબર્ડે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા. હવે બંનેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કિયારા અડવાણીએ ફેન્સ સાથે લગ્નની કેટલીક સુંદર પળોનો એક વીડિયો શેયર કર્યો છે, જેને જોઈને દિલ પ્રેમથી ભરાઈ જાય છે.

આ વીડિયોએ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન કિયારાના ભાઈ મિશાલ અડવાણીએ પણ એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તે તેની બહેન કિયારાના સંગીત સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપી રહ્યો છે.

સિદ્ધાર્થ કિયારાના લગ્નનો નવો વીડિયો

આ વીડિયો કિયારા અડવાણીના ભાઈ મિશાલ અડવાણીએ પોતાના સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આ વીડિયોમાં મિશાલ તેની બહેન કિયારા અને સિદ્ધાર્થ માટે ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ કિયારાની સંગીત સેરેમનીની એક ઝલક જોવા મળી રહી છે. કિયારાના ભાઈએ તેની બહેન માટે એક સ્પેશિયલ સોન્ગ પરફોર્મન્સ આપ્યું હતું.

કિયારાના ભાઈએ આપ્યું સ્પેશિયલ સોન્ગ પરફોર્મન્સ

આ વીડિયોમાં મિશાલે બ્લેક સૂટ પહેર્યો છે. જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. કિયારાએ તેના ભાઈના આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. કિયારાએ હાર્ટ ઈમોજી અને હાઈ-ફાઈ ઇમોજી પોસ્ટ કર્યા છે. લગ્ન બાદ સિદ્ધાર્થ કિયારે 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું. હવે 12 ફેબ્રુઆરીએ આ કપલ મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સ માટે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. ફિલ્મ જગત સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ આવશે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : આલિયાની જેમ પ્રેગ્નન્ટ છે કિયારા અડવાણી? આ વીડિયો જોઈને ફેન્સ લગાવી રહ્યા છે અનુમાન

સિદ્ધાર્થ-કિયારાની લવ સ્ટોરી

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા હતા. સિદ્ધાર્થ કિયારાના પ્રીવેડિંગ ફંક્શન 5 ફેબ્રુઆરીએ શરૂ થયા હતા, 7 ફેબ્રુઆરીએ તેમના લગ્ન થયા હતા. ત્રણ દિવસ સુધી લગ્નની વિધિઓ ચાલી હતી અને હવે આ લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે.