મુંબઈ પહોંચ્યા સિદ્ધાર્થ-કિયારા, પાપારાઝી સાથે આ રીતે કર્યું સેલિબ્રેશન, જુઓ Video

|

Feb 11, 2023 | 9:55 PM

Sidharth Malhotra And Kiara Advani: બીજા વેડિંગ રિસેપ્શન માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (Sid Kiara Wedding Reception) મુંબઈ પહોંચી ગયા છે. બંનેનો આ વીડિયો સામે આવ્યો છે, જેમાં કપલ પાપારાઝી સાથે તેમના લગ્નની ખુશી શેયર કરતા જોવા મળે છે.

મુંબઈ પહોંચ્યા સિદ્ધાર્થ-કિયારા, પાપારાઝી સાથે આ રીતે કર્યું સેલિબ્રેશન, જુઓ Video
Kiara Advani - Sidharth Malhotra

Follow us on

Sidharth Malhotra And Kiara Advani: 7 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા પછી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં તેમના મિત્રો અને સંબંધીઓ માટે લગ્નનું રિસેપ્શન રાખ્યું હતું. રિપોર્ટ મુજબ કપલ હવે 12 ફેબ્રુઆરીએ વધુ એક રિસેપ્શન રાખશે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો હાજરી આપશે. કપલ તેમના રિસેપ્શન માટે મુંબઈ પહોંચી ગયું છે.

સિદ્ધાર્થ-કિયારા 11 ફેબ્રુઆરીએ મુંબઈ પહોંચ્યા છે. આ દરમિયાન બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. બંનેનો વીડિયો વીરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે, જેમાં ન્યૂલી વેડ કપલ ​​એકસાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. આ કપલે એરપોર્ટ પર પાપારાઝી સાથે તેમના લગ્નની ખુશી પણ શેયર કરી હતી.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

અહીં જુઓ સિદ્ધાર્થ-કિયારાનો વીડિયો

સિદ્ધાર્થ કિયારાનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં એક્ટ્રેસ પીળા કલરના સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે. આ સાથે એક્ટ્રેસે વ્હાઈટ કલરનો દુપટ્ટો કૈરી કર્યો છે. કિયારા આ વ્હાઈટ અને યલો લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સિદ્ધાર્થ વ્હાઈટ કલરના કુર્તામાં જોવા મળી રહ્યો છે, જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો છે. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.

પાપારાઝીઓને આપી મીઠાઈ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી માટે આ સમય ખુશીઓથી ભરેલો છે. તેમની ખુશીને બંનેએ પાપારાઝી સાથે પણ શેયર કરી હતી. વીડિયોમાં કપલ પાપારાઝીને મીઠાઈના બોક્સ આપતા જોવા મળે છે. સિદ્ધાર્થ બધાનો આભાર માની રહ્યો છે.

આ પણ વાંચો : Sid Kiara Sangeet Ceremony Video: સિદ્ધાર્થ-કિયારાના લગ્નનો એક નવો વીડિયો આવ્યો સામે, જોવા મળી સંગીત સેરેમનીની ઝલક

મુંબઈમાં થશે ગ્રાન્ડ રિસેપ્શન

રિપોર્ટ્સ મુજબ સિદ્ધાર્થ કિયારાનું મુંબઈ રિસેપ્શન સેન્ટ રેગિસ હોટલમાં થવાનું છે. આ રિસેપ્શન ખૂબ જ ગ્રાન્ડ થવાનું છે. તમને જણાવી દઈએ કે આ હોટલનું ભાડું લગભગ 15-20 લાખ રૂપિયા છે અને આ રિસેપ્શનમાં 50-70 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ તમામ મોટી હસ્તીઓ આવશે.

આ પહેલા જેસલમેરમાં પણ બંનેના લગ્નમાં શાહિદ કપૂર, કરણ જોહર, મીરા રાજપૂત, જુહી ચાવલા જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે લગ્ન પહેલા આ કપલે એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા, પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા ન હતા.

Next Article