Siddhant-Navya Video: ડેટિંગ સમાચાર વચ્ચે મૂવી ડેટ નાઈટ પર જોવા મળ્યા સિદ્ધાંત ચતુર્વેદી-નવ્યા નંદા, જુઓ Video

Siddhant-Navya Nanda Video: અફેરના સમાચાર વચ્ચે એકવાર ફરી બિગ બીની પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Nanda) એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે મૂવી ડેટ પર જોવા મળી છે. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Siddhant-Navya Video: ડેટિંગ સમાચાર વચ્ચે મૂવી ડેટ નાઈટ પર જોવા મળ્યા સિદ્ધાંત ચતુર્વેદી-નવ્યા નંદા, જુઓ Video
Navya Nanda - Siddhant Chaturvedi
| Edited By: | Updated on: Jun 16, 2023 | 1:13 PM

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Nanda) એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) સાથેના અફેરને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. એરપોર્ટ પછી આ કપલ ફરી એકવાર મુંબઈ શહેરમાં સાથે જોવા મળ્યું હતું. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મૂવી ડેટ પર જોવા મળ્યા નવ્યા અને સિદ્ધાંત

આ વીડિયો માનવ મંગલાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં નવ્યા નંદા અને સિદ્ધાંત મુંબઈના મલ્ટીપ્લેક્સની અંદર જતા જોવા મળે છે. બંને એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એક્ટર પોતાના ચહેરા પર માસ્ક પહેરેલો જોવા મળ્યો. જ્યારે નવ્યા તેની સાથે માસ્ક વિના તેની સાથે ચાલતી જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે આ નવ્યા નંદા અને સિદ્ધાંત ચતુર્વેદીની મૂવી ડેટ નાઈટ છે. બંને મલ્ટિપ્લેક્સની બહાર જોવા મળ્યા. બંનેનો આ વીડિયો હાલમાં ફેન્સ માટે ચર્ચાનો વિષય બન્યો છે. યુઝર્સ વીડિયો પર ઝડપથી કોમેન્ટ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો : કિંગ ખાનની પુત્રી સુહાનાએ એરપોર્ટ પર બાળક સાથે પોઝ આપ્યો, સાદગીથી ફેન્સ થયા ઈમ્પ્રેસ, જુઓ Video

એરપોર્ટ પર પણ સાથે મળ્યા હતા જોવા

પહેલા આ કપલ એરપોર્ટ પર એકસાથે જોવામાં આવ્યું હતું. તે વીડિયોમાં બંને એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે નવ્યા અને સિદ્ધાંત આ પહેલા પણ ઘણી વખત સાથે કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. ગયા વર્ષે નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રાની બર્થડે પાર્ટીમાં તેઓ પહેલીવાર સાથે જોવા મળ્યા ત્યારે તેમના અફેરના સમાચારો સામે આવવા લાગ્યા. આ સિવાય બંને ઘણી વખત સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા જોવા મળ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો