Navya Naveli Nanda Video: ડેટિંગના સમાચાર વચ્ચે નવ્યા અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે મળ્યા જોવા, ગોવાથી એકસાથે પરત ફર્યું કપલ

Navya Naveli Nanda Video: બોલિવુડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાના (Navya Naveli Nanda) ડેટિંગના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. હાલમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે.

Navya Naveli Nanda Video: ડેટિંગના સમાચાર વચ્ચે નવ્યા અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે મળ્યા જોવા, ગોવાથી એકસાથે પરત ફર્યું કપલ
Navya Naveli Nanda - Siddhant Chaturvedi
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jun 05, 2023 | 5:52 PM

Mumbai. Navya Naveli Nanda Video: બોલિવુડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાની પહેલી ફિલ્મથી જ દરેકના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. પરંતુ સિદ્ધાંત હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) હાલમાં જ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) સાથે જોવા મળ્યો હતો. આ બંનેના વીડિયો સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે આ કપલ એકબીજાને ડેટ કરી રહ્યું છે. પરંતુ આ વીડિયો સામે આવ્યા બાદ હવે યુઝર્સે સમાચાર પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું છે. નવ્યા અમિતાભ અને જયા બચ્ચનની એકમાત્ર પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને તેના બિઝનેસમેન પતિ નિખિલ નંદાની પુત્રી છે. નવ્યા તેના સામાજિક કાર્યોને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નવ્યા એક્ટર સિદ્ધાંત સાથે હસતી હસતી એરપોર્ટની બહાર આવી રહી છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

બંને ગોવાથી સાથે પરત ફરતા જોવા મળે છે. વીડિયોમાં બંનેનો કેઝ્યુઅલ લુક જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો આ નવી જોડીને પસંદ કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે નવ્યા સિદ્ધાંત કરતાં વધુ સારું ડિઝર્વ કરે છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા મહિનાઓથી નવ્યા અને સિદ્ધાંતના ડેટિંગના સમાચાર આવી રહ્યા હતા. પરંતુ બંનેએ હજુ સુધી આ સમાચાર પર કોઈ પ્રકારની પ્રતિક્રિયા શેર કરી નથી.

આ પણ વાંચો : કેટરીના કૈફ સાફ સફાઈ કરતી મળી જોવા, એક્ટ્રેસનો આ અંદાજ જોઈ ફેન્સ થયા હેરાન, જુઓ Video

સિદ્ધાંત ચતુર્વેદી અત્યાર સુધી ગલી બોય અને ગહેરાઈયાં જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. ફિલ્મોમાં આવતા પહેલા તે વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. સિદ્ધાંતે તેના કરિયરની શરૂઆત લાઈફ સહી હૈ (2016) અને ઈનસાઈડ એજ (2017) થી કરી હતી. અપકમિંગ સમયમાં તે યુદ્ધા અને ખો ગયે હમ કહાં ફિલ્મોમાં જોવા મળશે. નવ્યા નવેલી તેના ફાઉન્ડેશનના કામો માટે અલગ-અલગ સ્થળોની મુલાકાત લેતી રહે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો