Sid Kiara Wedding : વરરાજા સિદ્ધાર્થ દુલ્હન કિયારાને લેવા માટે પહોંચ્યો, જુઓ Viral Video

Sidharth Kiara Wedding : સિદ્ધાર્થ-કિયારા (Sid Kiara Wedding) આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ લગ્ન કરશે. મંડપને શણગારવામાં આવ્યો છે અને બેન્ડ બાજા, બારાત પણ તૈયાર છે. હવેથી થોડી જ વારમાં સિદ્ધાર્થ તેની દુલ્હનને લેવા માટે ઘોડા પર પહોંચશે.

Sid Kiara Wedding : વરરાજા સિદ્ધાર્થ દુલ્હન કિયારાને લેવા માટે પહોંચ્યો, જુઓ Viral Video
Sid Kiara Wedding
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 07, 2023 | 3:27 PM

Sidharth Kiara Wedding: મંડપ સજાવવામાં આવ્યો છે… બેન્ડ-બાજા પણ તૈયાર છે… બારતી અને વરરાજા દરેક દુલ્હનને મળવા આતુર છે. સિદ્ધાર્થ મલ્હોત્રા તેની દુલ્હનને ઘરે લાવવા માટે તૈયાર છે. આ સુંદર લવ બર્ડ્સના ગ્રાન્ડ લગ્ન જોવા માટે દરેક લોકો એક્સાઈટેડ છે. સિદ્ધાર્થ-કિયારાના ગ્રાન્ડ લગ્નમાં પરિવાર અને નજીકના સંબંધીઓએ હાજરી આપી છે. સિદ્ધાર્થ-કિયારાના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થશે. મહેલને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે.

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન બપોરે થશે. 2 વાગ્યાથી હોટલમાં કડક સિક્યોરિટી છે. સિદ્ધાર્થ પોતાની દુલ્હનને લેવા જશે. એવું માનવામાં આવે છે કે બપોરે 3 વાગ્યે સિદ્ધાર્થની જાન નીકળશે, જેના માટે જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે.

4 વાગે લેશે સાત ફેરા

સૂર્યગઢ પેલેસની બહાર જાન માટેની તૈયારીઓ ચાલી રહી છે. સિદ્ધાર્થના લગ્નમાં વિન્ટેજ ગાડીઓ, ઊંટ અને ઘોડાઓનો કાફલો પણ હશે. પંજાબી લગ્ન માટે દિલ્હીથી ફેમસ જેઈએ બેન્ડ પહોંચ્યું છે. સિદ્ધાર્થ કિયારા લગભગ 4 વાગે સાત ફેરા લેશે. સૂર્યગઢ પેલેસમાં તૈયાર કરાયેલા મંડપમાં બંનેના લગ્ન થશે.

ફૂલોની છત્રી સાથે બેન્ડ તૈયાર થઈને વેન્યૂની અંદર પહોંચ્યું છે. સિદ્ધાર્થ-કિયારાના લગ્ન એકદમ રોયલ થવા જઈ રહ્યા છે. ઘોડાઓ પેલેસની અંદર પહોંચી ગયા છે. સિદ્ધાર્થ એકદમ રાજા મહારાજાઓની જેમ તેની રાણીને લેવા માટે પહોંચશે. હવે થોડી જ વારમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની જાન નીકળશે.

સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં આ સ્ટાર્સ આપશે હાજરી

સિદ્ધાર્થ અને કિયારાના ડેસ્ટિનેશન વેડિંગમાં બોલિવૂડના ફેમસ સ્ટાર્સ પહોંચ્યા છે. અંબાણી પરિવારના સભ્યો ઈશા અંબાણી અને આનંદ પીરામલ લગ્નમાં સામેલ થયા છે, જ્યારે કરણ જોહર, શાહિદ કપૂર, ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને જૂહી ચાવલા લગ્નનો ભાગ બનવા માટે જેસલમેરથી પહોંચ્યા હતા.

આ પણ વાંચો : Siddharth Kiara Wedding : આજે સિદ્ધાર્થ-કિયારા લેશે સાત ફેરા, રોયલ વેડિંગમાં હોટલથી લઈને ફૂડ બધું હશે ‘રોયલ’

સિદ્ધાર્થ-કિયારાના લગ્નનું શુભ મૂહર્ત

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન 3 વાગ્યા પછી શરૂ થશે. આ એક પંજાબી વેડિંગ હશે, જેમાં વર-કન્યા સાત ફેરા લેશે. દરેક લોકો આ કપલને વેડિંગ ડ્રેસમાં જોવાની રાહ જોઈ રહ્યા છે.