Sid Kiara Wedding: સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યાના 5 દિવસ બાદ જ કિયારાએ લીધો આ નિર્ણય, ઉઠાવ્યું મોટું પગલું

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ (Kiara Advani) સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે અને એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ સાથેનો પોતાનો ડીપી પણ મૂક્યો છે. આ ફોટો લગ્ન દરમિયાન ક્લિક કરવામાં આવ્યો હતી જેમાં સિદ્ધાર્થ તેની પત્ની કિયારા અડવાણીને કિસ કરતો જોવા મળે છે.

Sid Kiara Wedding: સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યાના 5 દિવસ બાદ જ કિયારાએ લીધો આ નિર્ણય, ઉઠાવ્યું મોટું પગલું
Kiara Advani
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 12, 2023 | 7:59 PM

Kiara Advani Changed Instagram DP: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ તેના શેરશાહ ફેમ કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ દિલ્હીમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું, હવે મુંબઈમાં પણ ભવ્ય રિસેપ્શનની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન કિયારા અડવાણીએ લગ્નના 5 દિવસ બાદ સોશિયલ મીડિયા પર મોટો નિર્ણય લીધો છે. એક્ટ્રેસે લગ્ન બાદ તેની ઈન્સ્ટાગ્રામ ડીપી બદલી છે. તેને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પોતાનો એક રોમેન્ટિક ફોટો મૂક્યો છે.

કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ પર ડીપી તરીકે જે ફોટો પોસ્ટ કર્યો છે તેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તેને કિસ કરતો જોવા મળે છે. આ જ ફોટો તેણે લગ્ન બાદ પહેલા પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો અને હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર તેનો ડીપી બનાવ્યો છે. કિયારાએ પોતાનું નામ બદલ્યું નથી અને કોઈ સરનેમ અપનાવી નથી. તેની પ્રોફાઈલ પર કોઈ બાયો નથી અને માત્ર મોટા અક્ષરોમાં KIARA લખ્યું છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર કિયારા અડવાણીના ફેન્સની કોઈ કમી નથી. એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 28 મિલિયન ફોલોઅર્સ છે.

ફેન્સ આપી રહ્યા છે અભિનંદન

ફેન્સ સોશિયલ મીડિયા ન્યૂલી વેડ કપલને વિશ કરી રહ્યા છે અને કપલની આ નવા જીવનની શરૂઆત માટે કપલને અભિનંદન આપી રહ્યા છે. કપલે 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેર સ્થિત સૂર્યગઢ પેલેસમાં કપલે સાત ફેરા લીધા હતા. લગ્ન સિવાય હલ્દી અને મહેંદીના ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા. કરણ જોહર અને જૂહી ચાવલાએ પણ સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં હાજરી આપી હતી અને લગ્નની તસવીરો શેયર કરી હતી. દિલ્હી બાદ હવે કપલ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો : આમિર ખાનને શું થયું? લાકડીના સહારે ચાલતો જોવા મળ્યો, લગ્નના ફંક્શનની વાયરલ થઈ તસવીરો

મુંબઈમાં થશે આજે ગ્રાન્ડ રિસેપ્શન

રવિવારે ગ્રાન્ડ રિસેપ્શન 12 તારીખે સિદ્ધાર્થ કિયારાના લગ્ન માટે રિસેપ્શન છે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા મહેમાનોના આવવાની ચર્ચા છે. આ લિસ્ટમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, શાહિદ કપૂર, મીરા રાજપૂત, ભૂષણ કુમાર અને કરણ જોહર સહિત ઘણા સ્ટાર્સ આમાં સામેલ થવાની શક્યતા છે.