શ્રદ્ધા કપૂર રુખસાના કૌસરના રોલમાં મળશે જોવા, જાણો કોણ છે તે બહાદુર છોકરી

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) કાશ્મીરી છોકરી રૂખસાના કૌસરનું પાત્ર ભજવશે. રુખસાના આતંકવાદીને ગોળી માર્યા બાદ ચર્ચામાં આવી હતી. આ પહેલા એક્ટ્રેસે મુંબઈના નાગપાડાની ગોડમધર હસીના પારકરની ભૂમિકા ભજવી હતી.

શ્રદ્ધા કપૂર રુખસાના કૌસરના રોલમાં મળશે જોવા, જાણો કોણ છે તે બહાદુર છોકરી
Shraddha Kapoor
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Nov 29, 2022 | 5:43 PM

Shraddha Kapoor Next Film: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો, ફોટો શેયર કરીને ફેન્સને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા અપડેટ્સ શેયર કરતી રહે છે. હાલમાં એક્ટ્રેસની પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની બેગમાં અન્ય એક મોટી ફિલ્મ આવી છે. એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તેની અપકમિંગ ફિલ્મમાં એક કાશ્મીરી છોકરીનું પાત્ર ભજવવા જઈ રહી છે, જેણે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને મારી નાખ્યો હતો. શ્રદ્ધા રૂખસાના કૌસર કેસીનું પાત્ર ભજવશે. શ્રદ્ધા કપૂરે આ પહેલા મુંબઈના નાગપાડાની ગોડમધર હસીના પારકરની ભૂમિકા ભજવી હતી.

કાશ્મીરી છોકરીનું પાત્ર ભજવશે શ્રદ્ધા કપૂર

એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના સૂત્રોના જણાવ્યા મુજબ શ્રદ્ધા તેની અપકમિંગ ફિલ્મમાં રૂખસાનાનું પાત્ર ભજવશે. સૂત્રએ જણાવ્યું હતું કે, “મેકર્સ એવા વ્યક્તિને શોધી રહ્યા હતા જે રુખસાનાની ભૂમિકા ભજવતી વખતે સ્ક્રીન પર 20 વર્ષની દેખાય. હવે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને લેવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રદ્ધાનું પાત્ર તેની અન્ય ફિલ્મો કરતાં ઘણું અલગ હશે. પરંતુ હજુ સુધી શ્રદ્ધા કપૂરની ટીમે આ મામલે કોઈ જાણકારી આપી નથી.

જાણો કોણ છે રૂખસાના કૌસર કેસી

વર્ષ 2009માં રૂખસાના કૌસર રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. તેને જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં તેના ઘરે આવેલા લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે દરમિયાન રુખસાનાએ એક આતંકીને ઘાયલ પણ કરી દીધો હતો. આતંકવાદીઓનો એક સમૂહ 27 સપ્ટેમ્બર 2009ના રોજ રુખસાનાના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રુખસાનાએ તેના ભાઈ સાથે મળીને આતંકવાદી અબુ ઓસામલ પાસેથી તેની AK 47 બંદૂક છીનવી લીધી હતી અને તેને ગોળી મારી દીધી હતી.

ભેડિયામાં એક્ટ્રેસે કર્યો હતો કેમિયો

શ્રદ્ધા કપૂર હાલમાં ફિલ્મ ભેડિયામાં તેના કેમિયોને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના ગીત ઠુમકેશ્વરીમાં શ્રદ્ધા કપૂર જોવા મળી છે અને આ માટે તેને ફેન્સની ઘણી પ્રશંસા મળી રહી છે. આ ગીતમાં વરુણ અને કૃતિ સેનન જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે વરુણ ધવન અને કૃતિ સેનનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સિવાય શ્રદ્ધા કપૂરના વર્કફ્રન્ટની વાત કરીયે તો તે ફિલ્મ સ્ત્રી 2 અને લવ રંજાવની અપકમિંગ અનટાઈટલ્ડ ફિલ્મમાં રણબીર કપૂર સાથે જોવા મળશે.