
શ્રદ્ધા કપૂર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ માટે સતત ચર્ચામાં છે. એક્ટ્રેસ પોતાની ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા શ્રદ્ધા પહેલીવાર રણબીર કપૂર સાથે સ્ક્રીન શેયર કરતી જોવા મળશે. આ દરમિયાન શ્રદ્ધા કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફેન્સ તેના વખાણ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફેન્સના વખાણ સાંભળીને શ્રદ્ધા કેવી રીતે શરમાઈ જાય છે.
વિરલ ભાયાણીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેયર કર્યો છે. જેમાં શ્રદ્ધા કપૂર ફેન્સ તરફથી મળી રહેલી પ્રશંસાથી શરમાતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં શ્રદ્ધા કપૂર સ્ટેજ પર ઉભી છે. શ્રદ્ધાની ફિમેલ ફેન તેને જોઈને બૂમો પાડે છે, શ્રદ્ધા સાંભળી શકતી નથી. જે પછી શ્રદ્ધા તે છોકરીઓને માઈક આપે છે. માઈક હાથમાં આવતા જ છોકરીઓ કહે છે, ’10 રૂપિયાની પેપ્સી, શ્રદ્ધા કપૂર સેક્સી’. આ સાંભળીને શ્રદ્ધા જોર જોરથી હસવા લાગે છે.
તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ 8 માર્ચે હોળીના અવસર પર થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. બંને પહેલીવાર એક ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ફેન્સમાં જોરદાર એક્સાઈટમેન્ટ જોવા મળે છે. બંનેની ધમાકેદાર કેમેસ્ટ્રી જોવા માટે પણ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને લઈને ઘણો પોઝિટીવ રિસપોન્સ મળી રહ્યો છે.
આ પણ વાંચો : અલ્લુ અર્જુનના ચાહકો માટે સારા સમાચાર ! ભૂષણ કુમારની ફિલ્મથી કરશે બોલિવુડમાં ડેબ્યૂ
લવ રંજનની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશન દરમિયાન શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર એકસાથે જોવા મળ્યા ન હતા. બંને અલગ અલગ જગ્યાઓ પર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. કારણ કે ડાયરેક્ટર લવ રંજને નક્કી કર્યું છે કે શ્રદ્ધા અને રણબીર સીધા જ થિયેટરમાં સાથે જોવા મળશે. જેથી દર્શકોમાં જે એક્સાઈટમેન્ટ જોવા મળે છે તે જ રહે. આ સિવાય બંનેની જોડીની ફ્રેશનેસ પણ એવી જ રહી. હવે જોવાનું એ રહેશે કે લવ રંજનનો આ કોન્સેપ્ટ ફિલ્મને સુપરહિટ બનાવવામાં સફળ થાય છે કે નહીં?