Shraddha Kapoor Stree 2: રાજકુમાર રાવ (Rajkummar Rao) અને શ્રદ્ધા કપૂરની (Shraddha Kapoor) હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ એ થિયેટરોમાં ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. વર્ષ 2018માં આવેલી આ ફિલ્મને એટલો બધો પ્રેમ મળ્યો કે, એકવાર ફરી સ્ત્રી મોટા પડદા પર ધમાલ મચાવવા પરત ફરી રહી છે. ‘સ્ત્રી 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે, હાલમાં જિયો સ્ટુડિયો અને મેડોક ફિલ્મે તેની જાણકારી આપી છે.
ફિલ્મ ‘સ્ત્રી 2’માં પણ રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને શ્રદ્ધા કપૂર જેવા જાણીતા એકટર્સ કામ કરતા જોવા મળશે. પરંતુ ‘સ્ત્રી’ની સિક્વલ આ વખતે અલગ અંદાજમાં બતાવવામાં આવશે. જ્યાં ‘સ્ત્રી’ના પહેલા પાર્ટમાં ‘ઓ સ્ત્રી કલ આના’ જેવા ડાયલોગ્સ લાઈમલાઈટમાં હતા. તો આ વખતે ‘ઓ સ્ત્રી રક્ષા કરના’ જેવા ડાયલોગ સાથે ગુડ ન્યૂઝ શેર કરવામાં આવ્યા છે.
(VC: Shraddha Kapoor Instagram)
બોલિવુડની પોપ્યુલર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ફેન્સને ફિલ્મ ‘સ્ત્રી 2’ વિશે જાણકારી આપી છે. શ્રદ્ધા કપૂરે લખ્યું છે કે એકવાર ફરી ચંદેરીમાં ફેલાયો આતંક! તે ઓગસ્ટ 2024ના રોજ આવી રહી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે અને સાથે સાથે યુઝર્સ પણ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. એક સુપર એક્સાઈટેડ ફેને ફિલ્મ વિશે લખ્યું છે કે હવે ખરી મજા આવશે. તો બીજી તરફ અન્ય એક યુઝરે એક્ટ્રેસ પાસે ઓ સ્ત્રીનો બિહાઈન્ડ ધ સીન વીડિયો પણ શેર કરવાની માગ કરી છે.
(PC: Rajkummar Rao Instagram)
‘સ્ત્રી 2’માં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સિવાય પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ જોવા મળશે. આ હોરર કોમેડી ફિલ્મનું શ્રદ્ધા કપૂરે પણ શૂટિંગ શરૂ કરી દીધું છે. પરંતુ ‘ઓ સ્ત્રી કલ આના’ને બદલે ‘ઓ સ્ત્રી રક્ષા કરના’ જેવા ડાયલોગ્સ જોઈને ફેન્સ કન્ફ્યૂઝ થઈ ગયા છે. પરંતુ ‘સ્ત્રી’ની સિક્વલ એકદમ અલગ રીતે રિલીઝ થશે.
આ પણ વાંચો : નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ અભિનેતા વિકી કૌશલના ડાન્સ ‘Obsessed’ને કર્યો રિક્રિએટ, જુઓ VIDEO
ફિલ્મ ‘સ્ત્રી 2’ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી મુજબ ફિલ્મ ઓગસ્ટ 2024માં થિયેટરોમાં રિલીઝ થશે.