પાપારાઝી પર ગુસ્સે થઈ શિલ્પા શેટ્ટી, એક્ટ્રેસને માથામાં વાગ્યું, વીડિયો થયો વાયરલ

|

Nov 17, 2022 | 6:26 PM

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ઈન્ડસ્ટ્રીની સૌથી ફેશનેબલ સેલિબ્રિટીમાંથી એક છે. શિલ્પાની સ્ટાઈલ ઘણીવાર લોકોને ખૂબ આકર્ષે છે. ફેન્સ તેમને મળવા માટે રાહ જોતા હોય છે. તેથી જ તેમને જોઈને પાપારાઝી પણ તેમને ફોલો કરે છે. પરંતુ આ વખતે ફોટો લેતી વખતે પેપ્સે ભૂલ કરી હતી.

પાપારાઝી પર ગુસ્સે થઈ શિલ્પા શેટ્ટી, એક્ટ્રેસને માથામાં વાગ્યું, વીડિયો થયો વાયરલ
Shilpa Shetty

Follow us on

શિલ્પા શેટ્ટીને જોઈને પાપારાઝી તેના ફોટો ક્લિક કરવા માટે તેને ફોલો કરે છે. એક્ટ્રેસ ફોટોગ્રાફર્સને પોઝ આપવા માટે ક્યારેય ના પાડતી નથી. ઘણીવાર શિલ્પા શેટ્ટી આવતા-જતા ફોટોગ્રાફર્સ સાથે વાત કરતી હતી, તે બધા સાથે સારી રીતે વાતચીત કરે છે. પછી આજે તો એવું શું થયું કે એક્ટ્રેસ પેપ્સ પર ગુસ્સે થઈ ગઈ. શિલ્પાએ ફોટોગ્રાફર્સ પર ગુસ્સો કર્યો. શિલ્પા શેટ્ટી ઈન્ડસ્ટ્રીની સૌથી ફેશનેબલ સેલિબ્રિટીમાંથી એક છે. શિલ્પાની સ્ટાઈલ ઘણીવાર લોકોને ખૂબ આકર્ષે છે. ફેન્સ તેમને મળવા માટે રાહ જોતા હોય છે. તેથી જ તેમને જોઈને પાપારાઝી પણ તેમને ફોલો કરે છે. પરંતુ આ વખતે ફોટો લેતી વખતે પેપ્સે ભૂલ કરી હતી.

પાપારાઝી પર ગુસ્સે થઈ શિલ્પા

વાસ્તવમાં એવું બન્યું કે શિલ્પા એક બિલ્ડિંગમાંથી બહાર આવી રહી હતી. પછી પાપારાઝીએ તેને જોઈ અને બધા તેને ફોલો કરવા લાગ્યા. શિલ્પા એકદમ સિમ્પલ સ્ટાઈલમાં જોવા મળી હતી. શિલ્પાએ અલગ-અલગ પોઝ આપ્યા હતા. પછી તેની કારમાં જવાનું શરૂ કર્યું. પરંતુ ફોટોગ્રાફર્સ તેના ફોટોથી સંતુષ્ટ ન હતા. તેમને શિલ્પાને રોકવાનો પ્રયાસ કર્યો. આ બધામાં ફોટોગ્રાફર્સ તેની ખૂબ નજીક પહોંચી ગયા.

શિલ્પાને માથામાં વાગ્યું

પાપારાઝીના આવું કરવાથી ગુસ્સે થઈને શિલ્પાએ કહ્યું- શું તમે મોંમાં ઘુસીને ફોટા પાડશો? આટલું કહીને શિલ્પા પોતાની કારમાં પાછી જવા લાગી. પરંતુ શિલ્પાને કારમાં બેસતી વખતે માથાના પાછળના ભાગમાં વાગ્યું હતું. પરંતુ શિલ્પાએ કોઈના પર ગુસ્સો કર્યો નહીં અને તે હસતાં હસતાં હસતાં કારમાં બેસી જાય છે.

ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ

આ વીડિયો વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. શિલ્પાના આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને આ વીડિયોને એન્જોય પણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ કોમેન્ટમાં હસતા ઈમોજી મૂકી રહ્યા છે તો કેટલાક લોકો શિલ્પાની ફિટનેસના વખાણ પણ કરી રહ્યા છે.

Next Article