કાર્તિક આર્યનની ફિલ્મ શહેજાદાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન શહેજાદાની સ્ટાર કાસ્ટ કાર્તિક આર્યન, કૃતિ સેનનની સાથે સાથે ફિલ્મના નિર્દેશક રોહિત ધવન, પ્રોડ્યુસર ભૂષણ કુમાર પણ હાજર રહ્યા હતા. ફિલ્મ શહેજાદાના ટ્રેલરમાં કાર્તિક આર્યન પરેશ રાવલને થપ્પડ મારતો જોઈ શકાય છે. આ સીન જોઈને કાર્તિકે આર્યનને એવો સવાલ પૂછ્યો કે જેનો જવાબ કાર્તિક આર્યન પણ એક ક્ષણ માટે વિચારવા લાગ્યો હતો.
કાર્તિક આર્યનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ‘તમારાથી આટલા મોટા, અનુભવી અને બેસ્ટ એક્ટર પર હાથ ઉપાડતા પહેલા કાર્તિકે શું વિચાર્યું હતું અને તેને આ સીન કેવી રીતે કર્યો’? આ સવાલનો જવાબ આપતાં કાર્તિકે કહ્યું કે, “હું આ સીન કરી શક્યો તેનું સૌથી મોટું કારણ પરેશ રાવલ પોતે હતા. આ સીન પહેલા જ્યારે અમારે આ સીન શૂટ કરવાનો હતો, ત્યારે હું ખૂબ જ નર્વસ હતી.
હું સમજી શકતો ન હતો કે હું આ સીન કેવી રીતે કરીશ. ત્યારે પરેશ સરે મને કહ્યું કે તમે બિલકુલ કોઈ ટેન્શન ન લો અને ખૂબ જ આરામથી કરો. આમાં આટલું ડરવાનું કંઈ નથી અને તે માત્ર ટાઈમિંગની રમત છે. તમારે માત્ર બતાવવાનું છે કે તમે મને થપ્પડ મારી રહ્યા છો, જ્યારે તમે વાસ્તવમાં આવું કરી રહ્યા નથી તો બસ આરામથી સીનને ફિલ્મને એન્જોય કરતા કરો.
Kartik Aaryan talking about slapping #Shehzada #KartikAaryan #KritiSanon pic.twitter.com/c33o9bhrpk
— Sonali Naik (@oneanonlysonali) January 12, 2023
આ પણ વાંચો : અજય દેવગને બતાવ્યું પોતાનું ગજબનું ટ્રાન્સફોર્મેશન, વર્ષે વર્ષે આ રીતે બદલાયું જીવન, જુઓ ફોટો
આ વિશે કાર્તિકે વધુમાં વાત કરતાં કહ્યું કે “પરેશ રાવલ જી ટાઈમિંગના કિંગ છે. તે જાણે છે કે કયા ટાઈમિંગમાં કેવી રીતે રિએક્ટ કરવું અને તે તેની સમજણ અને તેમની અને મારી વચ્ચેના અંડર સ્ટેન્ડિંગને કારણે જ આ સીન આટલો કમાલ રીતે બની શક્યો છે. પરંતુ એમ કહી શકાય કે આ સીન આ ફિલ્મનો જીવ છે.