The Kerala Story: ‘ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને જીતો 1 કરોડ’ , શશિ થરૂરે આપી આ ચેલેન્જ

Shashi Tharoor On The Kerala Story: ધ કેરળ સ્ટોરી પર વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. આ ફિલ્મમાં ધર્માંતરણના આંકડાઓને લઈને સોશિયલ મીડિયા પર પહેલેથી જ હોબાળો મચ્યો હતો. હવે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ આ ફિલ્મને લઈને પ્રતિક્રિયા આપી છે.

The Kerala Story: ધર્મ પરિવર્તનનો દાવો સાબિત કરો અને જીતો 1 કરોડ , શશિ થરૂરે આપી આ ચેલેન્જ
| Edited By: | Updated on: May 01, 2023 | 3:47 PM

The Kerala Story Controversy: સુદિપ્તો સેનના નિર્દેશનમાં બનેલી અને અદા શર્મા સ્ટાર ફિલ્મ The Kerala Story રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. ફિલ્મમાં કેરળની 32 હજાર બિન મુસ્લિમ છોકરીઓના ધર્મ પરિવર્તન કરવા અને આઈએસઆઈએસ જેવા આંતકી સંગઠનના જાળમાં ફસાવવાની સ્ટોરી દેખાડવામાં આવી છે. પરંતુ 32 હજાર આંકડાને લઈ હવે હંગામો શરુ થયો છે.

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે એક ટ્વિટ કર્યું છે. તેની સાથે તેમણે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, 32 હજાર છોકરીઓનું ધર્મ પરિવર્તન અને સીરિયા જવાની વાતને સાબિત કરો. તમારા પુરાવા સબ્મિટ કરો. આ ચેલેન્જ પુરા કરનારને એક કરોડ રુપિયા આપવાનું વચન છે.

 

 

શશિ થરુરે શું કહ્યું ?

શશિ થરુરે લખ્યું કે, જે લોકો કેરળમાં 32 હજાર છોકરીઓને ઈસ્લામ કબુલ કરવાની વાતને ઉછાળી રહ્યા છે. તેના માટે આ મામલો સાબિત કરવા અને પૈસા કમાવવાની મોટી તક છે. તેમણે કહ્યું કે, શું તે આ ચેલેન્જ સ્વીકારશે કે પછી તેની પાસે પુરાવા જ નથી, કારણ કે આવું કશું થયું જ નથી. શશિ થરુરે પોસ્ટમાં હેશટેગ પણ આપ્યું છે.#NotOurKeralaStory

આ પણ વાંચો : AR Rahmanના લાઈવ કોન્સર્ટમાં પહોંચી પોલીસ, સ્ટેજ પર ચઢીને શો બંધ કરાવ્યો જાણો સમગ્ર મામલો

પુરાવા ક્યારે અને ક્યાં રજૂ કરવા?

શશિ થરૂરની આ પોસ્ટ અનુસાર, જે લોકો ચેલેન્જ સ્વીકારીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીતવા માગે છે તેઓ 4 મેના રોજ કેરળના દરેક જિલ્લામાં કાઉન્ટર પર પુરાવા જમા કરાવી શકે છે.

જેના માટે જાહેર કરાયેલા પોસ્ટરમાં સમય પણ બતાવવામાં આવ્યો છે.4 મેના સવારે 11 કલાકથી રાત્રે 5 વાગ્યા સુધી પુરાવાઓ જમા કરાવી શકશે. પોસ્ટર પર મુસ્લિમ યુથ લીગ કેરળ સ્ટેટ કમેટીનું નામ પણ છે. આ ચેલેન્જ મુસ્લિમ યુથ લીગ તરફથી આપવામાં આવી છે,

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો