Shahid Kapoor Birthday : શાહિદ કપૂરને જોઈને કરીના થઈ ગઈ ‘ફિદા’, સૈફની સામે જ કરી કિસ

Shahid Kapoor Birthday : શાહિદ કપૂર આજે તેનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શાહિદ કપૂર તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતો છે. જો કે એક સમયે શાહિદ તેની કરીના કપૂર સાથેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં હતો. જાણો શાહિદના કયા એક્ટ પર કરીના થઈ ગઈ હતી 'ફિદા'.

Shahid Kapoor Birthday : શાહિદ કપૂરને જોઈને કરીના થઈ ગઈ ફિદા, સૈફની સામે જ કરી કિસ
| Edited By: | Updated on: Feb 25, 2023 | 9:54 AM

Shahid Kapoor Love story : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને કરીના કપૂરની લવસ્ટોરી એક સમયે ચર્ચામાં રહી હતી. શાહિદ-કરીના 3 વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં હતા. કરીના કપૂર પહેલીવાર શાહિદને 2004માં ફિલ્મ ‘ફિદા’ના સેટ પર મળી હતી. કરીનાને પહેલી નજરમાં જ શાહિદ ગમી ગયો હતો અને તે શાહિદની સ્ટાઈલથી ‘ફિદા’ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : Shahid Kapoor : શાહિદ કપૂરે ફરી સોશિયલ મીડિયા પર પત્ની મીરા રાજપૂતની મજાક ઉડાવી, ચાહકો સાથે શેર કર્યો વીડિયો

શાહિદને જોઈને કરીના એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે મોડુ કર્યા વિના શાહિદને પ્રપોઝ કરી દીધું. આ વાત ખુદ કરીના કપૂરે એક ઈન્ટરવ્યુમાં સ્વીકારી હતી. કરીનાએ જણાવ્યું હતું કે તેણે ઘણી વખત ફોન અને મેસેજ કર્યા હતા, ત્યારે જ શાહિદે તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

શાહિદ-કરીનાની જોડી ભલે પડદા પર બહુ દેખાડી ન શકી, પરંતુ રિયલ લાઈફમાં તેમના પ્રેમ-પ્રકરણની વાતોએ ઘણી ચર્ચા બનાવી છે. બંને વચ્ચે નિકટતા એટલી વધી ગઈ કે એક સમયે લોકોને લાગવા માંડ્યું કે બંને આખી જીંદગી સાથે વિતાવવાના છે. ફિલ્મ ઓમકારાના શૂટિંગ દરમિયાન કરીના કપૂરે સૈફ અલી ખાનની સામે શાહિદને કિસ કરી હતી. જો કે બાદમાં કરીના અને શાહિદનું બ્રેકઅપ થઈ ગયું હતું. કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને શાહિદ કપૂરે મીરા રાજપુર સાથે લગ્ન કર્યા.

આ ફિલ્મોએ શાહિદનું બદલ્યું નસીબ

આજે શાહિદ અને મીરા રાજપુરની જોડી બોલિવૂડની સુંદર જોડીમાંથી એક છે. શાહિદે વર્ષ 2015માં પોતાનાથી 13 વર્ષ નાની મીરા રાજપુત સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે મીરા રાજપુતની ઉંમર માત્ર 21 વર્ષની હતી. આજે શાહિદ અને મીરાને 2 બાળકો છે. શાહિદ કપૂરે વર્ષ 2003માં ફિલ્મ ઈશ્ક વિશ્કથી ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. જો કે આ પછી શાહિદે બેક-ટુ-બેક ઘણી ફ્લોપ ફિલ્મો આપી.

વર્ષ 2006માં ફિલ્મ વિવાહે ફરી એકવાર શાહિદ કપૂરને મોટો બ્રેક આપ્યો અને પછી ફિલ્મ જબ વી મેટએ શાહિદનું નસીબ બદલી નાખ્યું. શાહિદે કમીને, પદ્માવત, બેશરમ, બદમાશ કંપની, જર્સી, ફુલ એન્ડ ફાઈનલ અને ફટા પોસ્ટર નિખલા હીરો જેવી ફિલ્મો કરી છે. હાલમાં જ શાહિદ કપૂરની ફિલ્મ ‘ફર્જી’ OTT પર રિલીઝ થઈ છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.