
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મને ફેન્સ, સેલેબ્સ અને ક્રિકેટરો તરફથી પણ પ્રેમ મળ્યો છે. શનિવારે 11 ફેબ્રુઆરીના રોજ ભારતે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી, ચાર મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ માત્ર અઢી દિવસમાં પૂરી થઈ ગઈ હતી. મોટી જીત પછી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ‘પઠાણ’ના ગીત ‘ઝૂમ જો પઠાણ’ના હૂક સ્ટેપ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોત જોતામાં જ વાયરલ થઈ ગયો હતો. હવે #AskSRK સેશનમાં શાહરૂખ ખાને પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.
મેચ દરમિયાન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા બેટિંગ બાદ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બંનેએ ‘ઝૂમ જો પઠાણ’નું હૂક સ્ટેપ કરવાનું શરૂ કર્યું. જે બાદ શાહરૂખ ખાને આજે 14 ફેબ્રુઆરીએ #AskSRK સેશનનું આયોજન કર્યું હતું. આ સેશન દરમિયાન એક ફેને વિરાટનો વીડિયો શેયર કર્યો અને સુપરસ્ટારને પૂછ્યું, “કુછ શબ્દ કહો પઠાણ ડાન્સ.” આના પર, એસઆરકેએ જવાબ આપ્યો, “તેઓ મારા કરતા વધુ સારી રીતે કરી રહ્યા છે! વિરાટ અને જાડેજા પાસેથી શીખવું જોઈએ!!!”
They are doing it better than me!! Will have to learn it from Virat And Jadeja!!! https://t.co/q1aCmZByDu
— Shah Rukh Khan (@iamsrk) February 14, 2023
આ વીડિયો શનિવારે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ મેચનો છે, જ્યાં ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 123 રનથી હરાવ્યું હતું. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા બેટિંગ શરૂ કરે તે પહેલા ભારતીય ટીમ કેટલાક ખેલાડીઓની રાહ જોતી જોવા મળી હતી. સ્ટેડિયમમાં પઠાણનું ગીત ઝૂમ “જો પઠાણ” વાગવા લાગ્યું કે તરત જ વિરાટ કોહલીએ હૂક સ્ટેપ કરવાનો પ્રયાસ કર્યો જે ટીવી કેમેરામાં કેદ થઈ ગયો. રવીન્દ્ર જાડેજા પણ તેમની સાથે જોડાયા હતા કારણ કે તેઓ એક સાથે સ્ટેપ ડાન્સ કરતા હતા.
થોડા દિવસો પહેલા શાહરૂખ ખાને દિલ્હી, કોલકાતા, સિલચર, નાગપુર, બેંગલુરુ, બિહાર અને અન્ય ઘણા શહેરોની તસવીરો અને વીડિયો શેયર કર્યા હતા. આ સિવાય એક્ટરે ઈજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વીડિયો અને તસવીરો પણ શેયર કરી છે. તેને તેના ફેન્સના પ્રેમ માટે આભાર માન્યો અને તેમને દરેક સમયે સુરક્ષિત રહેવા કહ્યું.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યાના આજે નતાશા સાથે વિધિ વિધાનથી મેરેજ, સાંજે 7 વાગે લેશે ફેરા, કાલે પણ ચાલશે કાર્યક્રમ
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ‘પઠાણ’માં જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વિશ્વભરમાં રૂ. 950 કરોડનો આંકડો પાર કરવા માટે તૈયાર છે. ભારતમાં તેણે 489 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. બોલિવૂડનો બાદશાહ એટલે કે શાહરૂખ ખાન હાલમાં પઠાણની સક્સેસ એન્જોય કરી રહ્યો છે. પઠાણની શાનદાર કમાણીથી કિંગ ખાનનું દિલ ખુશ થઈ ગયું છે. શાહરૂખને 4 વર્ષના લાંબા સમય બાદ ફળ આખરે મળી ગયું છે. એક બાજુ જ્યાં ચારેબાજુ પઠાણ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે.