ડેબ્યૂ પહેલા શાહરૂખ ખાને પોતાની પુત્રીને આ રીતે આપી એક્ટિંગની ટ્રેનિંગ, સુહાના ખાને બતાવી એક ઝલક

સુહાના ખાને પિતા શાહરુખ ખાન (Shah Rukh Khan And Suhana Khan) તરફથી મળેલી એક ખાસ ડાયરીની એક ઝલક બતાવી છે, જે શાહરુખ ખાને પોતે લખેલી છે. એક્ટિંગની ટ્રેનિંગ આપવા માટે શાહરુખે આ ડાયરી સુહાનાને ગિફ્ટ કરી છે.

ડેબ્યૂ પહેલા શાહરૂખ ખાને પોતાની પુત્રીને આ રીતે આપી એક્ટિંગની ટ્રેનિંગ, સુહાના ખાને બતાવી એક ઝલક
suhana khan - shah Rukh Khan
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Dec 21, 2022 | 4:56 PM

શાહરુખ ખાને પોતાની દમદાર એક્ટિંગથી દુનિયાભરમાં એક ખાસ ઓળખાણ બનાવી છે. હવે તેની પુત્રી સુહાના ખાન પણ ફિલ્મી દુનિયામાં ટૂંક સમયમાં જ ડેબ્યૂ કરવાની છે. સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરવાની છે. હાલમાં સુહાના ખાને આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી સુહાના ખાને હવે તેના પિતા શાહરૂખ ખાન પાસેથી એક્ટિંગની ટ્રેનિંગ લઈ રહી છે.

સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોસ્ટ શેયર કરતી રહે છે. હવે સુહાના ખાને એક ડાયરીની તસવીર પોસ્ટ કરી છે, જે શાહરુખ ખાને તેને ગિફ્ટ કરી છે. આ ડાયરી શાહરુખ ખાનને સુહાનાને એક્ટિંગના કેટલાક ખાસ ગુણ શિખવવા માટે લખી છે.

આ ડાયરીના પહેલા પેજ પર લખ્યું છે, “સુહાના ખાન માટે પિતા તરફથી.” આ ડાયરીના બીજા પાના પર લખ્યું છે કે આ ડાયરી એક્ટિંગ વિશે છે. આગળના પેજ પર વર્ષ 2014 લખેલું છે, જે દર્શાવે છે કે શાહરૂખ ખાન આ ડાયરી 2014થી લખી રહ્યો છે. એક્ટિંગની ટ્રેનિંગ આપવા માટે શાહરુખે આ ડાયરી સુહાનાને ગિફ્ટ કરી છે.

આ ખાસ ડાયરીની ઝલક બતાવતા સુહાના ખાને કેપ્શનમાં લખ્યું, “મંગળવારની પ્રેરણા.” સુહાનાની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે હાલમાં તે તેના પિતા દ્વારા લખાયેલી આ ડાયરીમાંથી એક્ટિંગની ટ્રેનિંગ લઈ રહી છે.

શાહરુખ ખાને કરી ફની કોમેન્ટ

પુત્રી સુહાના ખાનની આ પોસ્ટ પર શાહરૂખ ખાને ખૂબ જ ફની કોમેન્ટ કરી છે. શાહરુખે લખ્યું, “એક્ટિંગ વિશે જે કંઈ હું જાણતો નથી, તે મેં તેમાં લખ્યું છે, જેથી તમે શીખો અને મને શીખવાડો.”

સુહાના ખાનની પહેલી ફિલ્મ ધ આર્ચીઝ વર્ષ 2023માં ઓટીટી પ્લેટફોર્મ નેટફિલક્સ પર રિલીઝ થવા માટે તૈયાર છે. સુહાનાની સાથે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અને બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળશે. અગસ્ત્ય અને ખુશીની પણ આ ડેબ્યૂ ફિલ્મ છે.