શાહરૂખ ખાનની ‘જવાન’માં થલાપથી વિજયનો હશે કેમિયો? સામે આવી મોટી જાણકારી

|

Sep 06, 2023 | 7:39 PM

ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે 7મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી શાહરૂખ ખાન, નયનતારા અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ જવાનમાં (Jawan) સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજય (Thalapathy Vijay) કેમિયો રોલમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો કેમિયો ફેન્સ માટે સરપ્રાઈઝ છે. હવે આને લઈને વધુ એક જાણકારી સામે આવી છે. આ પહેલા જવાનના સ્ટંટ માસ્ટર અનલ અરસુએ પણ ફિલ્મમાં કેટલાક સરપ્રાઈઝ વિશે જણાવ્યું હતું.

શાહરૂખ ખાનની જવાનમાં થલાપથી વિજયનો હશે કેમિયો? સામે આવી મોટી જાણકારી
thalapathy vijay cameo in jawan
Image Credit source: Social Media

Follow us on

Jawan: 7 સપ્ટેમ્બરે શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ જવાન થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખની સામે સાઉથ સિનેમાની પોપ્યુલર એક્ટ્રેસ નયનતારા જોવા મળશે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિજય સેતુપતિ (Thalapathy Vijay) અને યોગી બાબુ જેવા કલાકારો પણ આ ફિલ્મનો ભાગ છે. આ બધા સિવાય સુપરસ્ટાર થલાપથી વિજયનું નામ પણ ઘણા સમયથી ચર્ચામાં છે.

છેલ્લા કેટલાક સમયથી એવી વાતો ચાલી રહી હતી કે શાહરૂખની ફિલ્મમાં થલાપથી વિજય પણ જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે એક કેમિયો કરશે, જે ફેન્સ માટે સરપ્રાઈઝ હશે. આ દરમિયાન ફિલ્મમાં તેની હાજરીને લઈને વધુ એક માહિતી સામે આવી છે.

કેમિયો રોલમાં જોવા મળશે વિજય?

જો રિપોર્ટનું માનીએ તો, થલાપથી વિજય જવાનમાં શાહરૂખ સાથે એક નાનો કેમિયો હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પાત્રનું નામ ધર્મેશ્વર હશે. પરંતુ હજુ સુધી આને લઈને ઓફિશિયલ રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ પહેલા જવાનના સ્ટંટ માસ્ટર અનલ અરસુએ પણ ફિલ્મમાં કેટલાક સરપ્રાઈઝ વિશે જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે તે વિજયના કેમિયો વિશે કંઈ કહી શકે તેમ નથી, પરંતુ જવાનમાં કંઈક સરપ્રાઈઝ છે. વિજય ફિલ્મમાં છે કે નહીં તે આવતીકાલે જવાન થિયેટરમાં રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો: ચંદીગઢમાં થશે Parineeti Chopra અને Raghav Chadhaના લગ્નનું રિસેપ્શન, જુઓ કાર્ડમાં વેન્યૂ અને ગેસ્ટ લિસ્ટની ડિટેલ્સ

આ સ્ટાર્સ પણ મળશે જોવા

શાહરૂખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, યોગી બાબુ સિવાય ફિલ્મમાં ચાર ચાંદ લગાવવા માટે બીજા ઘણા મોટા સ્ટાર્સ છે. જેમ કે- દીપિકા પાદુકોણ, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર, સાન્યા મલ્હોત્રા, સંજીતા ભટ્ટાચાર્ય. આ ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલમાં જોવા મળશે. પ્રિવ્યૂ અને ટ્રેલર જોઈને ખબર પડે છે કે તે ફિલ્મનો હીરો જ નહીં, વિલન પણ છે. કારણ કે પ્રિવ્યુમાં તેનો એક ડાયલોગ છે, “જ્યારે હું ખલનાયક બની જાઉં તો મારી સામે કોઈ હીરો પણ ટકી શકે નહીં.”

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article