
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પઠાણ અને જવાન (Jawan ) દ્વારા સાબિત કરી દીધું છે કે, તેને બાદશાહ કેમ કહેવામાં આવે છે. પઠાણ સાથે હિન્દી સિનેમાના તમામ રેકોર્ડ તોડ્યા બાદ હવે શાહરૂખ જવાન સાથે નવા રેકોર્ડ બની રહ્યા છે. જવાન ભારતમાં હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જવાનની નજર હવે 600 કરોડના આંકડા પર છે.
આ પણ વાંચો : Ranbir Kapoor Birthday : સાવરિયા એક્ટર રણબીર કપૂર ખાવાનો ખૂબ શોખીન, જાણો તેના જીવન સાથે જોડાયેલી 10 રસપ્રદ વાતો
પરંતુ સમય પસાર થતા જવાનની કમાણીની ઝડપ નોંધપાત્ર રીતે ઘટી રહી છે. ફિલ્મની કમાણી દિવસેને દિવસે ઘટી રહી છે. જવાનની રિલીઝનો આજે 22મો દિવસ છે અને આ સાથે જ ફિલ્મની 21મા દિવસની કમાણીનું કલેક્શન પણ સામે આવ્યું છે. જો જોવામાં આવે તો શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મનું તોફાન માત્ર 3 અઠવાડિયામાં જ થંભી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચોથા સપ્તાહની શરૂઆત પહેલા જ જવાનની ગતિ ધીમી પડવા લાગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શાહરૂખનની ફિલ્મ જવાને 21માં દિવસે એટલે કે બુધવારે 5.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ કલેક્શન ઉમેર્યા બાદ હવે જવાનનો કુલ બિઝનેસ 576.23 કરોડ થઈ ગયો છે. ફિલ્મની ગતિ ધીમી થવાથી મેકર્સની ચિંતા થોડી વધી ગઈ છે. તમામ રેકોર્ડ તોડ્યા પછી પણ, દરેક જવાનને 600 કરોડની ક્લબમાં પ્રવેશતા જોવા માંગે છે. આ શાહરૂખના કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. શાહરૂખે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
તમને જણાવી દઈએ કે, મેકર્સનો 600 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આસાન નહીં હોય. આજે Fukrey 3 અને The Vaccine War બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. એક કોમેડી ફિલ્મ અને બીજી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ જે સામાજિક સંદેશ લઈને આવી છે. જેની સ્ટોરી લોકડાઉન દરમિયાન થયેલા ઘણા વિવાદો સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં જવાને હવે ફુકરે 3 અને ધ વેક્સીન સાથે થિયેટર શેર કરવું પડશે. જેની તેની કમાણી પર અસર પડી શકે છે.