રિલીઝની સાથે જ શાહરુખ ખાનની પઠાન રચશે આ અનોખો ઈતિહાસ, વહેલી સવારે બનશે રેકોર્ડ

Shah Rukh Khan Pathaan Record: 25 જાન્યુઆરીએ શાહરુખ ખાનની (Shah Rukh Khan) પઠાન રિલીઝ થવાની છે. તે રિલીઝના પહેલા જ દિવસે આ ફિલ્મ મુંબઈના એક થિયેટરમાં એક અનોખો ઈતિહાસ રચવા જઈ રહી છે.

રિલીઝની સાથે જ શાહરુખ ખાનની પઠાન રચશે આ અનોખો ઈતિહાસ, વહેલી સવારે બનશે રેકોર્ડ
Shah rukh khan
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 17, 2023 | 10:09 PM

Shah Rukh Khan Pathaan Record: બોલીવૂડના બાદશાહ કહેવાતા શાહરુખ ખાન લાંબા સમયથી લીડ એક્ટર તરીકે ફિલ્મી પડદાથી દૂર છે. તે છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. પરંતુ હવે તે જલ્દી જ ફિલ્મ ‘પઠાન’માં જોવા મળશે. કિંગ ખાનને લાંબા સમય બાદ ફિલ્મી પડદે જોવા માટે તેના ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. તેના તમામ ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

‘બેશરમ રંગ’ ગીત રિલીઝ થયા બાદ આ ફિલ્મને અનેક વિવાદોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ જે રીતે સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે આ ફિલ્મને લઈને ક્રેઝ જોવા મળે છે. તે જોઈને લાગી રહ્યું છે કે પઠાન પોતાના નામે ઘણા રેકોર્ડ બનાવશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરશે તે રિલીઝ થયા પછી જ જાણી શકાશે, પરંતુ હવે તમને એક એવો રેકોર્ડ વિશે જણાવીએ જે પઠાન ફિલ્મે રિલીઝના પહેલા દિવસે એટલે કે 25 જાન્યુઆરીએ સવારે રચશે.

પઠાન ફિલ્મ રચશે આ ઈતિહાસ

હાલમાં પઠાન ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે, જ્યારે આ ક્રેઝને કારણે મુંબઈના ‘ગાઈટી ગેલેક્સી’ થિયેટરમાં ‘પઠાન’નો શો સવારે 9 વાગ્યે શરૂ થશે. તમને જણાવી દઈએ કે ગાઈટી ગેલેક્સી ભારતના સૌથી મોટા થિયેટરમાંથી એક છે. આ થિયેટરમાં કોઈપણ ફિલ્મનો પહેલો શો બપોરે 12 વાગ્યે શરૂ થાય છે, પરંતુ ‘પઠાન’ રિલીઝ થવાની સાથે ગાઈટી ગેલેક્સીના ફર્સ્ટ શોનો ટાઈમ બદલાવા જઈ રહ્યો છે. પઠાન આ થિયેટરમાં સવારે 9 વાગ્યાથી ચાલનારી પહેલી ફિલ્મ હશે.

આ પણ વાંચો : ‘આવા લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ’, તસવીર લેવા પર Big B સામે ગુસ્સે થઈ જયા બચ્ચન, જુઓ Viral Video

શાહરુખ ખાનના ફેન ક્લબે આપી જાણકારી

આ જાણકારી શાહરુખના સૌથી મોટા ફેન ક્લબ ‘શાહરુખ ખાન યૂનિવર્સ ફેન ક્લબ’ એ ટ્વિટર પર એક પોસ્ટ શેયર કરીને આપી છે. બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડની એક રિપોર્ટની વાત કરીએ તો આ ફેન ક્લબના કો-ફાઉન્ડર યશ પરિયાણીએ આ સમાચારને કન્ફર્મ કર્યા છે. તમને જણાવી દઈએ કે ‘શાહરુખ ખાન યૂનિવર્સ ફેન ક્લબ’ કિંગ ખાનનું એક એવું ફેન ક્લબ છે જેને શાહરુખ ખાન પોતે પણ ટ્વિટર પર ફોલો કરે છે.