કિંગ ખાનની પુત્રી સુહાનાએ એરપોર્ટ પર બાળક સાથે પોઝ આપ્યો, સાદગીથી ફેન્સ થયા ઈમ્પ્રેસ, જુઓ Video

|

Jun 14, 2023 | 9:41 PM

શાહરુખ ખાનની પ્રિય પુત્રી સુહાના ખાન (Suhana Khan) ધ આર્ચીઝથી બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે. સુહાના ફિલ્મની આખી સ્ટારકાસ્ટ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કિંગ ખાનની પુત્રી સુહાનાએ એરપોર્ટ પર બાળક સાથે પોઝ આપ્યો, સાદગીથી ફેન્સ થયા ઈમ્પ્રેસ, જુઓ Video
Suhana Khan
Image Credit source: Social Media

Follow us on

શાહરુખ ખાનની (Shah Rukh Khan) પ્રિય પુત્રી સુહાના ખાન (Suhana Khan) ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે. હાલમાં જ તે ફિલ્મની આખી સ્ટારકાસ્ટ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સુહાના તેના એક નાના ફેન સાથે ફોટો ક્લિક કરતી જોવા મળી હતી.

બાળકની પૂરી કરી ઈચ્છા

વીડિયોમાં સુહાના ધ આર્ચીઝની આખી ટીમ સાથે મેચિંગ બ્લેક જેકેટ પહેરીને ઉભી છે. બધા એકસાથે પાપારાઝી માટે પોઝ આપી રહ્યા હતા. આ દરમિયાન, સુહાના ખાનની બરાબર સામે એક મહિલા તેના બાળક સાથે પહોંચી અને તેણે ફોટો ક્લિક કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. સુહાના તેની ઈચ્છા પૂરી કરે છે. તેણે હસીને પોતાના ફેન્સ સાથે પોઝ આપે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફેન્સે કર્યા વખાણ

વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સ સુહાનાના આ જેસ્ચરની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘સો સ્વીટ’. અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘તેના પિતાની જેમ ફેન્સનું અપમાન નથી કરતી’. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘તે ખૂબ જ સુંદર છે. ફેન્સ તેને મોટા પડદા પર જોવાની આતુરતાથી રાહ જોઈ રહી છે.

બ્રાઝિલ જવા રવાના થઈ ટીમ

ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી આખી કાસ્ટ નેટફ્લિક્સ ટુડુમ 2023 ઈવેન્ટ માટે બ્રાઝિલ જવા રવાના થઈ ગઈ છે. આ ફિલ્મ દ્વારા ઝોયા શાહરૂખ ખાન-ગૌરીની પુત્રી સુહાના ખાન, શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર, અમિતાભ બચ્ચન-જયા બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને લોન્ચ કરી રહી છે. આ સિવાય મિહિર આહુજા અને વેદાંગ રૈના પણ આ ફિલ્મમાં જોવા મળશે. ધ આર્ચીઝ ફિલ્મ આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

આ પણ વાંચો : Kangana Ranaut Video : બે વર્ષ પછી જીમમાં પરત ફરી કંગના રનૌત, કર્યું ‘ધાકડ’ વર્કઆઉટ, અનુપમ ખેરે કહ્યું- ‘તમે ડરાવી રહ્યા છો’

પાપા શાહરૂખે શેર કર્યું ‘ધ આર્ચીઝ’નું પોસ્ટર

શાહરૂખ ખાને હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પુત્રીની ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટ કરતી વખતે શાહરૂખે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે આર્ચીઝ ડાયજેસ્ટને એડવાન્સમાં ભાડા પર બુક કરતો હતો. નોસ્ટેલજિયા. મને આશા છે કે ફિલ્મમાં બિગ મૂઝ પણ હશે. સમગ્ર ટીમને ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ.

Next Article