Pakistanની સીમા હૈદરે ફિલ્મ માટે આપ્યું ઓડિશન, રો એજેન્ટનો કરશે રોલ!

|

Aug 02, 2023 | 7:44 PM

Seema Haider Bollywood Film: પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર (Seema Haider) હવે બોલિવુડ એક્ટ્રેસ બનવા જઈ રહી છે. જાની ફાયરફોક્સ પ્રોડક્શન હાઉસની ટીમ સીમા હૈદરને મળવા પહોંચી અને ઓડિશન લીધું છે.

Pakistanની સીમા હૈદરે ફિલ્મ માટે આપ્યું ઓડિશન, રો એજેન્ટનો કરશે રોલ!
Seema Haider
Image Credit source: Social Media

Follow us on

પોતાના પ્રેમ માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળવાની છે. સીમા હૈદર અને સચિન મીનાની લવ સ્ટોરી પણ ફિલ્મી વાર્તા જેવી લાગે છે, જેના પર પહેલા કોઈ વિશ્વાસ કરશે નહીં. પરંતુ હવે ટૂંક સમયમાં સીમા હૈદર એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મમાં કામ કરતી જોવા મળશે. સીમાને તેની અપકમિંગ ફિલ્મમાં નિર્માતા અમિત જાનીએ રોલ ઓફર કર્યો છે.

હાલમાં ફિલ્મ નિર્દેશક જયંત સિન્હા અને ભરત સિંહે સીમા હૈદરનું ઓડિશન લીધું છે. અ ટેલર મર્ડર સ્ટોરીમાં ભારતની રો એજન્ટના રોલમાં સીમા હૈદર જોવા મળશે તેવી શક્યતાઓ છે. અ ટેલર મર્ડર સ્ટોરી ફિલ્મ ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલ સાહુની હત્યા પર બની રહી છે. જ્યારે અમીત જાની સીમા હૈદરને મળવા ગયા ત્યારે સીમા હૈદરે ભારતીય રીતિરિવાજનું પાલન કર્યું અને અમિત જાનીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. હવે સીમા હૈદર અને ફિલ્મ પ્રોડક્શન ટીમ એટીએસના રિપોર્ટની રાહ જોઈ રહી છે.

ફિલ્મમાં રોલ કેમ આપવામાં આવ્યો

લાંબા સમયથી સમાચારોમાં રહેલા સીમા હૈદર અને સચિન હાલમાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સરકારી પૂછપરછ અને મીડિયા રિપોર્ટ્સને કારણે સચિન કામ કરતો નથી અને હવે ઘરમાં ખાવા-પીવાની સમસ્યા છે. જ્યારે નિર્માતા અમિત જાનીને આ સમાચારની જાણ થઈ, ત્યારે તેમને સીમાને તેમની અપકમિંગ ફિલ્મમાં રોલ ઓફર કરવાનો નિર્ણય કર્યો.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

આ ઘટના પર આધારિત છે ફિલ્મ

અમિત જાનીએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ ફિલ્મમાં સીમાને રોલ આપવામાં આવ્યો છે તે પણ એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ કોઈ લવ સ્ટોરી પર આધારિત નથી પરંતુ રાજસ્થાનમાં ટેલર કન્હૈયાની હત્યા પર આધારિત છે. તેમને આ ફિલ્મનું નામ ‘અ ટેલર મર્ડર સ્ટોરી’ રાખવાનું નક્કી કર્યું છે. જેના પર જે તે સમયના અહેવાલો મુજબ હકીકતો રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : રણવીર સિંહે માર્યો આલિયા ભટ્ટને ધક્કો! એક્ટ્રેસ એક્શન જોઈને થઈ ગઈ હેરાન, જુઓ Video

સીમાનો નહી હોય લીડ રોલ

જો તમે વિચારી રહ્યા છો કે સીમા હૈદર ફિલ્મની લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે તો તમે ખોટા છો. કારણ કે અમિત જાનીએ એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે ફિલ્મની મોટાભાગની કાસ્ટિંગ થઈ ગઈ છે, પરંતુ તે સીમાને મદદ કરવા માંગે છે, તેથી તે સીમાને રોલ આપશે. સીમા લીડ એક્ટ્રેસ નહીં હોય.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article