આલિયા ભટ્ટને જોઈને પાપારાઝીએ કહ્યું સીતા, શરમાઈ ગઈ એક્ટ્રેસ, રામાયણ ફિલ્મમાં રણબીરની ઓપોઝિટ કાસ્ટની ચર્ચા, જુઓ Video

આલિયા ભટ્ટ (Alia Bhatt) ટૂંક સમયમાં જ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'થી હોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. રિપોર્ટ મુજબ તે નિતેશ તિવારીની 'રામાયણ'માં સીતાનો રોલ પ્લે કરશે.

આલિયા ભટ્ટને જોઈને પાપારાઝીએ કહ્યું સીતા, શરમાઈ ગઈ એક્ટ્રેસ, રામાયણ ફિલ્મમાં રણબીરની ઓપોઝિટ કાસ્ટની ચર્ચા, જુઓ Video
Alia Bhatt
| Edited By: | Updated on: Jun 20, 2023 | 8:05 PM

આલિયા ભટ્ટ (Alia Bhatt) નેટફ્લિક્સ ટુડુમ ઈવેન્ટમાં હાજરી આપવા માટે બ્રાઝિલ જવા રવાના થઈ હતી. તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, આલિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આલિયા ભટ્ટ કલરફુલ સ્વેટશર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળી રહી છે. આલિયા ભટ્ટ કારમાંથી નીચે ઉતરી અને તરત જ પાપારાઝીએ તેને ‘સીતા મેમ’ કહેવાનું શરૂ કર્યું, આલિયા શરમાઈ ગઈ અને પોતાનો ફેસ પોતાના હાથથી ઢાંકી દીધો.

ફિલ્મ રામાયણમાં જોવા મળશે આલિયા

મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મમેકર નિતેશ તિવારીની અપકમિંગ ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામ અને આલિયા સીતાના રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થશે. ફિલ્મનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પણ આ વર્ષે દિવાળી સુધીમાં થઈ શકે છે.

રામાયણમાં રાવણના રોલમાં જોવા મળશે યશ?

સોશિયલ મીડિયા પર એવા પણ સમાચાર હતા કે ડાયરેક્ટરે આ ફિલ્મમાં રાવણના રોલ માટે સાઉથના સુપરસ્ટાર યશને સિલેક્ટ કર્યો છે. પરંતુ રિપોર્ટ મુજબ યશ અત્યારે તેના કરિયરમાં નેગેટિવ રોલ નથી કરવા તેથી તેને આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે.

આ પણ વાંચો : Siddhant-Navya Video: ડેટિંગ સમાચાર વચ્ચે મૂવી ડેટ નાઈટ પર જોવા મળ્યા સિદ્ધાંત ચતુર્વેદી-નવ્યા નંદા, જુઓ Video

આલિયાના અપકમિંગ પ્રોજેક્ટ્સ

આલિયા ભટ્ટ છેલ્લીવાર અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વનમાં જોવા મળી હતી, તેમાં તેની સાથે રણબીર કપૂર જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં જ કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની અપોઝિટ રણવીર સિંહ જોવા મળશે. આ ફિલ્મમાં જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર પણ છે. આ રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ 28 જુલાઈ, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

હોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે આલિયા

આલિયા ટૂંક સમયમાં ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનથી હોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હાલમાં જ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક ઈમેજ શેર કરી છે. આ તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘યહાં પથ્થર કા દિલ નહીં, બસ પ્યાર સે ભરા હુઆ હૈ… રાસ્તે મેં’.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:09 pm, Fri, 16 June 23