શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન સ્ટારર ‘જબ વી મેટ’ એ બોલિવૂડની સૌથી ફેવરિટ રોમેન્ટિક-કોમેડી છે. ઈમ્તિયાઝ અલીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી અને તેની રિલીઝના 16 વર્ષ બાદ પણ તે ફેન્સમાં ખૂબ જ પોપ્યુલર છે. આવામાં પીવીઆરએ હાલમાં વેલેન્ટાઈન વીક 2023માં આ રોમેન્ટિક-કોમેડીને ફરીથી સ્ક્રિન કરી છે. ફેન્સ મોટા પડદા પર ‘જબ વી મેટ’નો આનંદ માણવા થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. શાહિદ કપૂર પોતે પણ હાલમાં એક સ્ક્રીનિંગમાં પહોંચીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી.
શાહિદ કપૂરે ‘જબ વી મેટ’ની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં આવ્યો ત્યારે તેના ફેન્સ ખુશ થઈ ગયા હતા. શાહિદ આવતાની સાથે જ એક્ટરના ફેન્સ તેના દિવાના થઈ ગયા હતા. શાહિદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આનો એક વીડિયો પણ શેયર કર્યો છે. વીડિયોમાં એક્ટર ચુપચાપ થિયેટરમાં જતો જોવા મળે છે.
પછી શાહિદને તેની સામે જોઈને ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો અને તેઓ બૂમો પાડવા લાગે છે. આ દરમિયાન ઘણા ફેન્સ એક્ટર સાથે હાથ મિલાવતા અને તેની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. શાહિદ પણ ફેન્સનો પ્રેમ જોઈને ઘણો ખુશ છે, તે થિયેટરમાં દર્શકો સાથે વાત પણ કરે છે. વીડિયો શેયર કરતી વખતે શાહિદે લખ્યું, “જબ વી મેટના 16 વર્ષ.”
આ પણ વાંચો : મેકર્સને થઈ શકે છે મોટું નુકસાન, રિલીઝ થતા જ આ સાઈટ્સ પર લીક થઈ શહજાદા
હાલમાં જ શાહિદ કપૂરે પણ એક વાયરલ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. વીડિયોમાં દર્શકો સ્ક્રીનની સામે પોપ્યુલર સોન્ગ ‘મૌજા હી મૌજા’ પર ડાન્સ કરતા જોવા મળે છે. એક ટ્વિટર યુઝરે વીડિયો શેયર કર્યો અને લખ્યું, “લગભગ 16 વર્ષ પછી #Jabwemet #Valentineweek કોઈપણ પ્રમોશન વિના સોશિયલ મીડિયા પર હાઉસફુલ ચાલી રહ્યું છે. આ એક કલ્ટ રોમેન્ટિક કોમેડીનો વોલ્યુમ બતાવે છે. @shahidkapoor ભાઈ થિયેટરમાં લોકોનો રિસ્પોન્સ ચેક કરો, તમને તે ગમશે.” આના પર શાહિદે જવાબ આપ્યો, “ટૂ સ્પેશિયલ.”