Satyaprem Ki Katha Collection: કાર્તિક-કિયારાની ફિલ્મ આવતાં જ આદિપુરુષને લાગી બ્રેક, જાણો પહેલા દિવસનું કલેક્શન

Satyaprem Ki Katha Box Office Collection Day 1: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Satyaprem Ki Katha Collection: કાર્તિક-કિયારાની ફિલ્મ આવતાં જ આદિપુરુષને લાગી બ્રેક, જાણો પહેલા દિવસનું કલેક્શન
| Edited By: | Updated on: Jun 30, 2023 | 3:42 PM

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ફરી એકવાર તેમના ફેન્સનું મનોરંજન કરવા આવ્યા છે. કિયારા અને કાર્તિકની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કાર્તિક અને કિયારાની ફિલ્મને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. કેટલાક દર્શકો પણ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

ફિલ્મની સ્ટોરી શાનદાર બતાવવામાં આવી રહી છે. સત્યપ્રેમ બનેલા કાર્તિક ફિલ્મમાં કિયારાનો પ્રેમ મેળવવા માટે ખુબ મહેનત કરતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સત્યપ્રેમની કથાની ઓપનિંગ પર ચાહકોની નજર છે. સત્યપ્રેમ કથા પહેલા કાર્તિક અને કિયાર ભુલ ભુલૈયા 2માં સાથે જોવા મળ્યા હતા. જેની ઓપનિંગ ડેની કમાણી ખુબ સારી રહી હતી. ત્યારે લોકો આ જોડીની ફિલ્મની કમાણીની તુલના પ્રથમ ફિલ્મ સાથે કરી રહ્યા છે.

આ પણ વાંચો : Aaj Ke Baad Song Lyrics: સત્યપ્રેમ કી કથાનું ફેમસ સોંગ આજ કે બાદ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ક્રિટિક્સે સત્યપ્રેમની કથાને લઈ કહ્યું હતું કે, આ ફિલ્મ પ્રથમ દિવસે  7 થી 9 કરોડ સુધીનો કારોબાર કરી શકે છે. સત્યપ્રેમની કથાએ ભુલ ભુલૌયા જેટલું ઓપનિંગ કર્યું નથી પરંતુ રિપોર્ટનું માનીએ તો આ ફિલ્મે 9 કરોડનો કારોબાર કરી લીધો છે. પરંતુ ફિલ્મના મેકર્સને આ ફિલ્મને લઈ વધુ આશા છે પરંતુ હવે શનિવાર અને રવિવારના આંકડાથી મેકર્સને ખુબ આશા છે.

 

 

( Source :  kiara adwani instagram )

આ પણ વાંચો : ’72 હુરે’ને મળી ગયું ‘A’ સર્ટિફિકેટ, CBFCએ કર્યો દાવો- ફિલ્મ વિશે ફેલાવવામાં આવી રહેલા તમામ સમચાર ખોટા

કાર્તિક અને કિયારાની ફિલ્મ રિલીઝ થતા જ આદિપુરુષની કમાણી નીચે જઈ રહીછે. અહેવાલોનું માનીએ તો ગુરુવારના રોજ આદિપુરુષે અંદાજે 0.90 કરોડની કમાણી કરી છે. કાર્તિકની ફિલ્મની સ્ટોરી સત્યપ્રેમ અગ્રવાલ અને કથા કપાડિયાના પ્રેમ અને ડ્રામાની આસપાસ ફરતી જોવા મળી રહી છે. કાર્તિક અને કિયારા સિવાય ફિલ્મમાં અન્ય શાનદાર કલાકારો જોવા મળી રહ્યા છે. જે સ્ટોરીમાં લોકોને બાંધેલા રાખે છે. કાર્તિક અને કિયારાએ આ ફિલ્મનું ખુબ પ્રમોશન કર્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો