Satyaprem ki Katha: કાર્તિક ખુશ છે, પણ કિયારા ઉદાસ-‘સત્યપ્રેમ’નું નવું ગીત ‘આજ કે બાદ’ થયું રિલીઝ

Satyaprem ki Katha New Song Release : કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું નવું ગીત રિલીઝ થયું છે. લગ્ન ગીતમાં કાર્તિક ખુશ છે અને કિયારા ખૂબ જ ઉદાસ દેખાઈ રહી છે. ગીતને તુલસી કુમાર અને મનન ભારદ્વાજે અવાજ આપ્યો છે.

Satyaprem ki Katha: કાર્તિક ખુશ છે, પણ કિયારા ઉદાસ-સત્યપ્રેમનું નવું ગીત આજ કે બાદ થયું રિલીઝ
Satyaprem ki Katha New Song aaj ke baad Release
| Edited By: | Updated on: Jun 10, 2023 | 5:32 PM

Kartik Aaryan Kiara Advani : અભિનેતા કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળવાની છે. હાલમાં જ કાર્તિક-કિયારાની ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ટ્રેલર રિલીઝ થયું છે. હવે ફિલ્મનું બીજું ગીત ‘આજ કે બાદ’ રિલીઝ થઈ ગયું છે. આ લગ્ન ગીતમાં લગ્નની તૈયારીઓ અને વિવિધ ફંક્શન થઈ રહ્યા છે. ગીતમાં કાર્તિક ખૂબ જ ખુશ છે અને કિયારા ઉદાસ દેખાઈ રહી છે.

આ પણ વાંચો : Satyaprem Ki Katha Trailer : કિયારા અડવાણી-કાર્તિક આર્યનની ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર રિલીઝ, જુઓ Video

ગીતમાં કાર્તિક-કિયારાના લગ્ન બતાવવામાં આવ્યા છે. હળદરથી માંડીને મહેંદી સુધીના તમામ ફંક્શન કરવામાં આવે છે, પરંતુ કિયારાનો ચહેરો દેખાતો નથી. લગ્નના દિવસે જયમાલા હોય ત્યારે કિયારા ક્યાંક ખોવાઈ જાય છે. કાર્તિક આ વાત સમજે છે, પણ બંને લગ્ન કરી લે છે.

કિયારા અડવાણીએ પણ આ ગીત તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. વીડિયો શેર કરતી વખતે કિયારાએ લખ્યું છે, ‘આંખો ભીની છે, ખુશી પણ સાથે છે’, આ સાથે અભિનેત્રીએ રેડ હાર્ટ ઇમોજી પણ બનાવી છે.

ચહેરા પરનું સ્મિત છે ગાયબ

આ ગીતમાં કાર્તિક કિયારાનો અલગ-અલગ મૂડ બતાવવામાં આવ્યો છે. એવું લાગે છે કે કિયારા લગ્નને લઈને ઘણી નર્વસ છે. જ્યારે કિયારા દુલ્હન તરીકે પ્રવેશ કરે છે, ત્યારે તેના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ જાય છે.

આ દિવસે થશે રિલીઝ

આ ગીતના બોલ મનન ભારદ્વાજે લખ્યા છે. જ્યારે ‘આજ કે બાદ’ તુલસી કુમાર અને મનન ભારદ્વાજે ગાયું છે. ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. સાથે જ સુપ્રિયા પાઠક, ગજરાજ રાવ, સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાધા પટેલ, રાજપાલ યાદવ જેવા કલાકારો પણ જોવા મળે છે. સમીર વિદ્વાંસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો