Sara Ali Khan Birthday : સારા અલી ખાન છે આટલા કરોડોની માલિક, જાણો કેટલી નેટવર્થ ધરાવે છે હિરોઈન

સારા અલી ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે લાઈમલાઈટમાં રહે છે. સારાએ થોડા જ સમયમાં બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે.

Sara Ali Khan Birthday : સારા અલી ખાન છે આટલા કરોડોની માલિક, જાણો કેટલી નેટવર્થ ધરાવે છે હિરોઈન
સારા અલી ખાન છે આટલા કરોડોની માલિક, જાણો તેની નેટવર્થ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Aug 12, 2022 | 8:36 AM

Sara Ali Khan Birthday : બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)આજે તેનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. સારા અલી ખાને બહુ ઓછા સમયમાં બોલિવૂડ (Bollywood)માં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે. તમને જણાવી દઈએ કે, સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. તેઓ કમાણીના મામલે પણ આગળ છે. આજે આ રિપોર્ટ દ્વારા અમે તમને સારાની નેટવર્થ વિશે જણાવીશું.

આટલી સંપત્તિની માલકિન છે સારા અલી ખાન

છોટે નવાબ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંન્નેને લઈ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. 4 વર્ષના ટુંકા સમયમાં જ સારા અલી ખાને બોલિવુડ ઈન્ડ્સ્ટીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. કમાણીના મામલે સારા અલી ખાન પાછળ નથી. મીડિયા રિપોર્ટસ મુજબ સારા અલી ખાનની કુલ સંપત્તિ 4 મિલિયન ડોલર છે. અભિનેત્રી સારા અલી ખાન દર વર્ષે 6 કરોડ રુપિયાની કમાણી કરે છે,

 

 

એક ફિલ્મનો આટલો ચાર્જ

તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન આ કમાણી ફિલ્મ અને brand endorsementમાંથી કરે છે. કહેવામાં આવે છે કે, સારા દરેક બ્રાન્ડ માટે 50થી 60 લાખ રુપિયા લે છે. આ સિવાય અભિનેત્રી એક ફિલ્મ માટે 3 કરોડ રુપિયા લે છે. સારા ડેબ્યુ બાદ સારા અલી ખાનની સંપત્તિ 240 ટકાનો વધારો થયો છે. દર મહિને સારા અલી ખાન માત્ર brand endorsement 30 લાખ રુપિયા કમાય લે છે,

લગ્ઝરી ગાડીઓની માલકિન છે સારા

સારા અલી ખાન લક્ઝરી કારની માલિક છે. સારા પાસે મર્સિડીઝ, BMW અને રેન્જ રોવર જેવી કાર છે. એક રિપોર્ટ અનુસાર સારા પાસે 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ GLE કાર છે. આ સિવાય તેની પાસે BMW 520D લક્ઝરી કાર પણ છે. સારા અલી ખાન પણ તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સારા અલી ખાન અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.