Sara Ali Khan : મિત્રો સાથે ફિલ્મ જોવા ગયેલી સારા અલી ખાન પાપારાઝી પર થઈ ગુસ્સે, જાણો શું કહ્યું, જુઓ Video

સારા અલી ખાન (Sara Ali Khan) તાજેતરમાં તેના ફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી રહી છે.

Sara Ali Khan : મિત્રો સાથે ફિલ્મ જોવા ગયેલી સારા અલી ખાન પાપારાઝી પર થઈ ગુસ્સે, જાણો શું કહ્યું, જુઓ Video
Sara Ali Khan
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Aug 25, 2023 | 5:32 PM

બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. સારા તેના ફેન્સ સાથે અપડેટ શેર કરતી રહે છે.આ સિવાય જ્યારે પણ તે પાપારાઝીને મળે છે ત્યારે તે પેપ્સને હસતાં-હસતાં પોઝ આપે છે. જેના કારણે પાપારાઝી પણ સારાને ખૂબ પસંદ કરે છે. પરંતુ આ વખતે એવું ન બન્યું. સારા અલી ખાન પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર સારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સારા તાજેતરમાં તેના ફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા ગઈ હતી. ત્યારે સારા પાપારાઝી પર ગુસ્સે થઈ ગઈ હતી.

સારા અલી ખાન તેના ફ્રેન્ડ સાથે મસ્તી કરતી રહે છે. સારા અલી ખાન ક્યારેક ફ્રેન્ડ સાથે ટ્રિપ પર જાય છે તો ક્યારેક ફિલ્મ જોવા જાય છે. સારાની તેના મિત્રો સાથેની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે.

(VC: filmygyan instagram)

ગુસ્સે થઈ સારા અલી ખાન

ફ્રેન્ડ સાથે મૂવી જોવા ગયેલી સારાએ પહેલા પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. તે પછી તે થિયેટરનો દરવાજો ઓપન કરવા લાગી. ત્યારબાદ પાપારાઝી તેમના ફોટા અને વીડીયો લઈ રહ્યા છે. જે બાદ સારા ગુસ્સે થઈ ગઈ હતી. સારાએ કહ્યું કે સર, પ્લીઝ હવે બંધ કરો, મને તે ગમતું નથી.

ફેન્સે આપ્યો સારાનો સાથ

સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ સારાની સાઈડ લઈ રહ્યા છે. ફેન્સ તેના સપોર્ટમાં વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે તમે હંમેશા તેમની પાછળ પડો છો અને બીજા એક ફેને લખ્યું છે કે જીવવા દો ભાઈઓ, તેમની પણ લાઈફ છે, તમે બધા દરરોજ તેમની પાછળ રહો છો.

આ પણ વાંચો: શું ખરેખર મનીષા રાનીનું ટોની કક્કર પર આવી ગયુ દિલ? ડેટિંગની ચર્ચા પર ક્હ્યું..

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે વિકી કૌશલ સાથે ઝરા હટકે ઝરા બચકેમાં જોવા મળી હતી. સારા અને વિકીની ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ટૂંક સમયમાં તે આદિત્ય રોય કપૂર સાથે ‘મેટ્રો ઈન દિનોં’માં જોવા મળશે. આ ફિલ્મને અનુરાગ બાસુ ડાયરેક્ટ કરી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો