એક્ટિંગમાંથી બ્રેક લઈને સામંથા રૂથ પ્રભુએ 4 ડિગ્રી તાપમાનમાં લીધું આઈસ બાથ, શેર કર્યો Video

સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) એક્ટિંગમાંથી બ્રેક લઈને તેની પર્સનલ લાઈફ એન્જોય કરી રહી છે. હાલમાં તે બાલીમાં વેકેશન મનાવી રહી છે. તેનો એક આઈસબાથ લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક્ટિંગમાંથી બ્રેક લઈને સામંથા રૂથ પ્રભુએ 4 ડિગ્રી તાપમાનમાં લીધું આઈસ બાથ, શેર કર્યો Video
Samantha Ruth Prabhu
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 29, 2023 | 6:07 PM

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. તેણે થોડા સમય માટે એક્ટિંગની દુનિયામાંથી બ્રેક લીધો છે અને તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહી છે. સામંથાએ એક વર્ષ માટે પોતાના પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. તે તેના પેન્ડિંગ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી રહી છે અને કોઈ નવા પ્રોજેક્ટ પર સાઈન કરી રહી નથી. હાલમાં સામંથા ઈશા ફાઉન્ડેશનમાં મેડિટેશન સેશન માટે ગઈ હતી. જેના તેણે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. હાલમાં સામંથાએ આઈસ બાથ લીધો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં જ સામંથા વેકેશન માટે બાલી ગઈ છે. તે તેની ફ્રેન્ડ સાથે ખૂબ જ એન્જોય કરી રહી છે. સામંથાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે 4 ડિગ્રી તાપમાનમાં આઈસ બાથ લઈ રહી છે. તેણે આ આઈસ બાથ લગભગ 6 મિનિટ સુધી લીધો હતો. આઈસ બાથ સ્નાયુનો દુખાવો અને સોજાને દૂર કરવામાં મદદરુપ અને ફાયદાકારક છે.

(VC: Twitter)

બાલીમાં કરી રહી છે એન્જોય

સામંથા બાલી વેકેશનની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. સામંથાએ એક ફોટો શેર કરીને જણાવ્યું હતું કે વાંદરો આવે છે અને તેના સનગ્લાસ લે છે. તેણે એક ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું – આ છેલ્લી વખત જ્યારે મેં મારા શેડ્સ જોયા. ફોટામાં તેણે તેની પાછળ વાંદરાને પણ હાઈલાઈટ કર્યો.

આ પણ વાંચો : સામંથા રુથ પ્રભુએ વાંદરા સાથે કરી મસ્તી, છીનવી લીધા ચશ્મા, જુઓ Video

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામંથા ટૂંક સમયમાં જ વિજય દેવરકોંડાની સાથે કુશી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 1 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ સિવાય તે વરુણ ધવન સાથે સિટાડેલ ઈન્ડિયામાં જોવા મળશે. આ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. તે છેલ્લે ફિલ્મ શકુંતલામાં જોવા મળી હતી જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો