ફરી જોવા મળશે સામંથાનો એક્શન અવતાર, આ દિવસે રિલીઝ થશે યશોદાનું ટીઝર

હાલમાં જ સામંથાએ (Samantha Ruth Prabhu) તેની અપકમિંગ ફિલ્મ યશોદાનું પોસ્ટર શેયર કર્યું છે. આ સાથે એક્ટ્રેસે કેપ્શનમાં ફિલ્મના ટીઝર લોન્ચની તારીખ અને સમય પણ લખ્યો છે.

ફરી જોવા મળશે સામંથાનો એક્શન અવતાર, આ દિવસે રિલીઝ થશે યશોદાનું ટીઝર
Samantha Ruth
| Edited By: | Updated on: Aug 31, 2022 | 5:36 PM

સામંથા રૂથની (Samantha Ruth Prabhu) અપકમિંગ ફિલ્મ ‘યશોદા’ (Yashoda) વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે. આ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે, જેમાં સામંથા મુખ્ય રોલમાં જોવા મળશે. છેલ્લા ઘણા મહિનાઓથી આ ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી હતી. જે બાદ હવે સાઉથની એક્ટ્રેસ સમંથા રૂથે તેનું ટીઝર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હાલમાં એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા એક પોસ્ટ કરી છે જેમાં તેણે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં સામંથાનો ઇન્ટેન્સ લુક જોઈને ફેન્સ ફિલ્મને લઈને વધુ ઉત્સુક બની ગયા છે.

સામંથાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં સામંથા જોવા મળી રહી છે. આ સિવાય બેકગ્રાઉન્ડમાં ઘણી છોકરીઓ જોવા મળે છે. આ સાથે પોસ્ટ કરીને એક્ટ્રેસે કેપ્શનમાં યશોદાના ટીઝરની રિલીઝ ડેટ લખી છે. એટલું જ નહીં, તેણે ડેટ સાથે સમય પણ શેયર કર્યો છે. જેથી દર્શકોની નજર ટીઝર પર જ ટકેલી હતી.

અહીં જુઓ એક્ટ્રેસની પોસ્ટ

આવતા મહિનાની આ તારીખે થશે ટીઝર લોન્ચ

તમને જણાવી દઈએ કે પોસ્ટ દ્વારા સામંથાએ જણાવ્યું છે કે તેની અપકમિંગ ફિલ્મ યશોદાનું ટીઝર 9 સપ્ટેમ્બરે સાંજે 5:49 વાગ્યે લોન્ચ થશે. તેમજ તેણે હેશટેગ ટીઝર લખીને નવું અપડેટ આપ્યું છે. રિપોર્ટસ્ મુજબ નિર્માતાઓ પાસેથી મળેલી માહિતી મુજબ ફિલ્મ ‘યશોદા’ એક સાયન્સ ફિક્શન થ્રિલર ફિલ્મ છે. થોડા સમય પહેલા આનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બતાવવામાં આવ્યું હતું કે સામંથા એક પ્રેગ્નેંટ મહિલા છે, જે એવી જગ્યાએ છે જ્યાં સરળતાથી પહોંચી શકાય તેમ નથી.

ફિલ્મમાં જોવા મળી શકે છે હોરર ટેમ્પર

આ ફિલ્મ ચોક્કસપણે એક મહિલાના જીવન પર બતાવવામાં આવી છે. પરંતુ તેમાં એક ભયાનક સ્વભાવ પણ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન હરીશંકર અને હરીશ નારને કર્યું છે. ‘યશોદા’માં તમિલ એક્ટ્ર્સ વરલક્ષ્મી સરથ કુમાર અને મલયાલમ એક્ટર ઉન્ની મુકુંદન પણ સામંથા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે .