સલમાન ખાને કપિલ શર્મા સાથે ગાયું ગીત, શહેનાઝ ગિલે જીને કે હૈ ચાર દિન પર કર્યો ડાન્સ, જુઓ Viral Video

હાલમાં કપિલ શર્મા શોમાં સલમાન ખાન (Salman Khan) અને ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રમોશન માટે પહોંચી હતી. કોમેડિયન કપિલ શર્માએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જીને કે હૈ ચાર દિન ગીત ગાયું છે અને એક ફની કેપ્શન લખ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સલમાન ખાને કપિલ શર્મા સાથે ગાયું ગીત, શહેનાઝ ગિલે જીને કે હૈ ચાર દિન પર કર્યો ડાન્સ, જુઓ Viral Video
Salman khan
| Edited By: | Updated on: Apr 14, 2023 | 5:49 PM

સલમાન ખાન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રમોશનમાં બિઝી છે. આ દરમિયાન ભાઈજાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે આખી ટીમ સાથે કપિલ શર્માના શોમાં પહોંચ્યો હતો, જ્યાં સલમાને કપિલ સાથે ગીત ગાયું અને ડાન્સ કર્યો હતો. કોમેડિયન કપિલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આનો એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

કપિલ શર્માએ લખ્યું ફની કેપ્શન

આ વીડિયોની શરૂઆતમાં કપિલ ‘જીને કે હૈ ચાર દિન’ ગાવાનું શરૂ કરે છે, પછી ભાઈજાન પણ માઈક લઈને તેની સાથે ગાવાનું શરૂ કરે છે, ગીત સાંભળતા જ શહેનાઝ ગિલ સહિત ફિલ્મની આખી સ્ટાર-કાસ્ટ ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયો શેયર કરતી વખતે કપિલ શર્માએ કેપ્શનમાં લખ્યું, ‘ભાઈજાન ઈન મૂડ અને કપિલે સલમાન ખાનને ટેગ કર્યો છે.

શહેનાઝે બ્લોક કર્યો સલમાનનો નંબર

આ સિવાય કપિલ શર્મા શોમાં વાતચીત દરમિયાન શહેનાઝ ગિલે કહ્યું છે કે જ્યારે તેને સલમાન ખાનનો ફોન આવ્યો ત્યારે તે અમૃતસરમાં હતી. અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તે હેરાન થવા માંગતી ન હતી. એટલા માટે તેને સલમાન ખાનનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદમાં તેને ખબર પડી કે જે નંબર પરથી કોલ આવ્યો હતો તે સલમાન ખાનનો હતો.

આ પછી શહેનાઝ ગિલને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેને સલમાન ખાનનો નંબર ફરીથી અનબ્લોક કર્યો. આ પછી તેને સલમાનને કોલબેક કર્યો, સોરી કહ્યું અને પછી તેને આ ફિલ્મમાં કામ મળ્યું.

આ પણ વાંચો : સલમાન ખાને શહેનાઝ ગિલને કર્યો ફોન, એક્ટ્રેસે તેનો નંબર કર્યો બ્લોક, થયો ચોંકાવનારો ખુલાસો

ઈદના અવસર પર રિલીઝ થશે આ ફિલ્મ

સલમાન ખાન અને પૂજા હેગડેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે થિયેટરોમાં રિલીઝ થવાની છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને ફેન્સ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં જસ્સી ગિલ, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ પણ લીડ રોલમાં જોવા મળશે. બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ અને શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સલમાન ખાનની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 5:13 pm, Fri, 14 April 23