Salman Khan Yentamma Song : સલમાન ખાનના ‘યેંતમ્મા ગીત’ પર ભડક્યા તમિલ યુઝર્સ, કહ્યું- સાઉથની પરંપરાનું અપમાન

Salman Khan Controversy : સલમાન ખાનની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું નવું ગીત તાજેતરમાં જ રિલીઝ થયું છે. Yentamma Song જોઈને વિવાદ ઊભો થયો છે. તમિલ ચાહકોએ ગીતના ડાન્સ મૂવ્સને વલ્ગર ગણાવ્યા છે.

Salman Khan Yentamma Song : સલમાન ખાનના યેંતમ્મા ગીત પર ભડક્યા તમિલ યુઝર્સ, કહ્યું- સાઉથની પરંપરાનું અપમાન
| Edited By: | Updated on: Apr 09, 2023 | 10:05 AM

Salman Khan Lungi Dance Controversy : સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું તાજેતરમાં રિલીઝ થયેલું ગીત યેંતમ્મા ધીમે-ધીમે વિવાદમાં આવ્યું છે. તમિલ ચાહકોએ ગીતના ડાન્સ મૂવ પર સવાલ ઉઠાવ્યા છે. આ ગીતમાં તમિલ સ્ટાર્સ રામ ચરણ અને વેંકટેશે પણ સ્પેશિયલ અપિયરન્સ આપ્યું છે.

આ પણ વાંચો : Jee Rahe The Hum Song Lyrics : સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું “જી રહે થે હમ” સોન્ગના Lyrics વાંચો

વેંકટેશ ગીત પાયલ દેવે કમ્પોઝ કર્યું છે. તે જ સમયે, પ્રખ્યાત ગાયક વિશાલ દદલાની અને પાયલે આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે. વાયરલ વીડિયો સોંગમાં સલમાન ઉપરાંત પૂજા હેગડે, રાજ ચરણ અને વેંકટેશ પણ જોવા મળી રહ્યા છે. તે જ સમયે, રિલીઝ સાથે, ગીત સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે. ચાહકોને પણ આ ટ્રેક ઘણો પસંદ આવી રહ્યો છે. પરંતુ, સાઉથના ચાહકોએ આનો વિરોધ શરૂ કર્યો છે.

ગીતના વિવાદ પર હજુ સુધી સલમાન અને મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

આ ગીતને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા ઘણા લોકોએ કહ્યું છે કે, આ ગીતમાં દક્ષિણ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવામાં આવ્યું છે. વીડિયોમાં તમે સલમાન અને બાકીના કલાકારોને તેલુગુ તહેવારોના પરંપરાગત વસ્ત્રો, વેસ્તી પહેરેલા જોવા મળે છે. જણાવી દઈએ કે સલમાન લુંગીને બદલે વેસ્તી પહેરેલા લોકોના નિશાના પર છે. તેમના પર આરોપ છે કે આ લોકો વેસ્તીનો દુરુપયોગ કરી રહ્યા છે. જો કે આ ગીતના વિવાદ પર હજુ સુધી સલમાન અને મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ટ્વીટ પર યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ આવી

તમિલ ફિલ્મ સમીક્ષક Prashanth Ranagswamy એ પણ સલમાનના ડાન્સ વીડિયોનો સ્ક્રીનશોટ શેર કરીને ટ્વિટ કર્યું છે. સલમાનના ડાન્સ મૂવ્સ પર સવાલ ઉઠાવતા તેણે લખ્યું, ‘આ કેવું સ્ટેપ છે? આ લોકો વેસ્તીને લુંગી કહીને ખરાબ ડાન્સ કરી રહ્યા છે. બિલકુલ બકવાસ છે.’ તેના ટ્વીટ પર યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. લોકોનું કહેવું છે કે તેઓ લુંગી અને વેસ્તી વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. તમને જણાવી દઈએ કે સલમાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ઈદના અવસર પર 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 8:19 am, Sun, 9 April 23

Follow Us