
Kisi Ka Bhai Kisi Ki Jaan : સલમાન ખાને આ ઈદ પર પોતાના ચાહકોને મોટી ભેટ આપી છે. લાંબા વિલંબ બાદ ભાઈજાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રિલીઝ થઈ છે. સલમાન ખાનની આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે પૂજા હેગડે લીડ રોલમાં છે. તે જ સમયે, પલક તિવીર, શહનાઝ ગિલ અને ભૂમિકા ચાવલા જેવી અભિનેત્રીઓ પણ સાથે જોવા મળે છે. સલમાન ખાનની ફિલ્મનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન આવ્યું સામે, જાણો ફિલ્મે પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી.
આ પણ વાંચો : Kisi Ka Bhai Kisi Ki jaan Trailer Review : ધર્મથી શરૂ કરીને દેશભક્તિ સાથે અંત, સલમાન ખાન ફિલ્મના ટ્રેલરની હાઈલાઈટ્સ
sacnilkના આંકડા અનુસાર, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’એ તેની રિલીઝ પહેલા લગભગ 12 કરોડની કમાણી કરી લીધી છે. જો કે, આ આંકડાઓને હજુ પણ અંદાજીત માનવામાં આવી રહ્યા છે. કારણ કે નાઈટ શો બાદ ફિલ્મનું કલેક્શન વધી શકે છે. જો કે પહેલા દિવસે આ ફિલ્મથી લગભગ 18-20 કરોડની કમાણી થવાનો અંદાજ છે.
કિસી કા ભાઈ કિસી કી જાન 5700 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. સલમાનની આ ફિલ્મ માટે ઈદને મોટું ફેક્ટર માનવામાં આવી રહ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ્સના મતે ફિલ્મ 22 અને 23 એપ્રિલે વેગ પકડી શકે છે. ભાઈજાનની ફિલ્મને ઈદ અને વીકેન્ડનો ફાયદો મળશે. જો કે હજુ પણ કિસી કી ભાઈ કિસી કી જાન છેલ્લી કેટલીક ફિલ્મોના કલેક્શનમાં ઘણી આગળ છે.
સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન શાહરૂખ ખાનની પઠાણ સામે વધુ ટકી શકી નથી. પઠાણે પહેલા દિવસે 57 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. જો કે, સલમાન ખાનની ફિલ્મે પહેલા દિવસે કમાણીના મામલામાં હાલમાં જ રિલીઝ થયેલી અજય દેવગનની ફિલ્મ ભોલા અને કાર્તિક આર્યનની ફિલ્મ શહેજાદાને પાછળ છોડી દીધી છે. ભોલાએ પહેલા દિવસે 11.20 કરોડની કમાણી કરી હતી. જ્યારે શહેઝાદાએ માત્ર 6 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ રણબીર કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર પહેલા દિવસે 15.73 કરોડનું કલેક્શન કર્યું હતું.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…