Filmfare Awards : સલમાન ખાને માતા માટે ભાષણ આપતા સંગીતકારની ઉડાવી મજાક, યુઝર્સે આપ્યો ઠપકો

Filmfare Awards : સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરના ફિલ્મફેર એવોર્ડ્સને હોસ્ટ કર્યો હતો. આ દરમિયાન જ્યાં સલમાને લોકોને ખૂબ હસાવ્યા ત્યાં તેણે એક સંગીતકારની મજાક પણ ઉડાવી હતી.

Filmfare Awards : સલમાન ખાને માતા માટે ભાષણ આપતા સંગીતકારની ઉડાવી મજાક, યુઝર્સે આપ્યો ઠપકો
salman khan Filmfare Awards
| Edited By: | Updated on: Apr 30, 2023 | 9:57 AM

ગયા ગુરુવારે મુંબઈમાં 68મી ફિલ્મફેર એવોર્ડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાનદાર સાંજ સલમાન ખાને હોસ્ટ કરી હતી. આ ખાસ રાત્રે સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીએ દસ એવોર્ડ જીત્યા. આ એક મોટી જીત સાબિત થઈ. જ્યાં એવોર્ડ મેળવનારા તમામ વિજેતાઓ ખૂબ જ ખુશીથી આવી રહ્યા હતા અને પોતપોતાની ટ્રોફી સાથે વિદાય લઈ રહ્યા હતા અને સ્પીચ આપી રહ્યા હતા. સાથે જ સલમાને એક સંગીતકારની મજાક ઉડાવી હતી.

આ પણ વાંચો : Filmfare Awards 2023 : સલમાન ખાન 68મા ફિલ્મફેર એવોર્ડ શોને હોસ્ટ કરશે, ફોટો શેર કરી કહ્યું, બસ અચ્છે સે હો જાયે

અંકિતે ગાયું ગીત

વાસ્તવમાં ફિલ્મફેરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અંકિતને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મળ્યા બાદ અંકિતે સંજય લીલા ભણસાલીનો આભાર માન્યો હતો. તે પછી તે તેની માતા માટે બે શબ્દો બોલવાનું કહે છે. જે બાદ સલમાન ચોક્કસ કહે છે. અંકિત આ ગીત તેની માતાને સમર્પિત કરે છે અને ગાઈ છે.

સલમાને ઉડાવી મજાક

અંકિતનું ગીત ગાતી વખતે સલમાન જુદા-જુદા ચહેરા બનાવીને તેની મજાક ઉડાવતો અને રડતો જોવા મળ્યો હતો. રડતી વખતે સલમાન મનીષ પૉલને ગળે લગાવે છે. જે બાદ સલમાન સંગીતકારને ગીતનો અંતરો ગાવાનું કહે છે. જે બાદ સલમાન ધીમે-ધીમે અંકિતને સ્ટેજ પરથી નીચે લઈ જાય છે અને આગળ મોકલે છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ જ નહીં પરંતુ સલમાન ખાનના ફેન્સ પણ તેની આ એક્ટની ટીકા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, જો કોઈ તેની માતા માટે કંઈક બોલે છે તો તેને એક મિનિટ બોલવા દો. તેનું અપમાન કરીને તેને પાછા ન મોકલો. સલમાનના અસંસ્કારી વર્તન પર કોમેન્ટ્સ કરતાં એક યુઝરે લખ્યું, આવું ન કરવું જોઈએ. એકે લખ્યું, “સલમાન ખાન કોઈને પણ પોતાની સામે બોલવા દેશે નહીં… તે પોતાની માતા માટે કંઈક બોલી રહ્યો છે, તેથી જનતાને તે સાંભળવા તો દો.” સલમાનના એક ફેને લખ્યું, હું સલમાનનો મોટો ફેન છું પણ તમે આ જગ્યાએ ખોટું કર્યું.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…