Bollywood: સલમાન પહેલા આ બોલિવૂડ સ્ટાર્સ પણ સાઉથમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે, જાણો કેવી રહી હતી તેમની ડેબ્યૂ ફિલ્મ

‘ગોડફાધર’ ફિલ્મમાં સલમાન ખાન સાથે ચિરંજીવીની જોડી મોટા પડદા પર સાથે જોવા મળવાની છે. ‘ગોડફાધર’માં સલમાનનો સ્પેશિયલ કેમિયો છે. તમિલ ફિલ્મ ‘લ્યુસિફર’ પર બેસ્ડ ‘ગોડફાધર’માં સલમાન ખાન એક નાનકડી ભૂમિકા ભજવશે.

Bollywood: સલમાન પહેલા આ બોલિવૂડ સ્ટાર્સ પણ સાઉથમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે, જાણો કેવી રહી હતી તેમની ડેબ્યૂ ફિલ્મ
સલમાન પહેલા આ બોલિવૂડ સ્ટાર્સ પણ સાઉથમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 07, 2022 | 12:05 PM

Bollywood: મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘ગોડફાધર’ (Godfather)આજે શુક્રવારે (7 ઑક્ટોબર) થિયેટરોમાં આવી છે. બોલિવૂડના દબંગ સલમાન ખાને પણ આ ફિલ્મથી સાઉથમાં ડેબ્યુ કર્યું છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે હિન્દી ભાષાના સુપરસ્ટારે સાઉથની ફિલ્મો (South movies)માં કામ કર્યું હોય. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ સાઉથ ઈન્ડિયન ફિલ્મોનો હિસ્સો બની ચૂક્યા છે. ચાલો આ યાદી પર એક નજર કરીએ

 

 

શાહરૂખ ખાન

સુપરસ્ટાર શાહરૂખ ખાન ઘણા વર્ષો પહેલા સાઉથની ફિલ્મમાં જોવા મળ્યો છે. આ ફિલ્મનું નામ હતું ‘હે રામ’. આ ફિલ્મમાં કમલ હાસન લીડ રોલમાં હતા. શાહરૂખ ખાનનો તેમાં એક કેમિયો હતો. તમિલ-હિન્દીમાં બનેલી આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 5.32 કરોડની કમાણી કરી હતી.

 

 

અજય દેવગણ

બોલિવુડના મોટા અભિનેતાઓમાનો એક અજય દેવગણ પણ સાઉથની ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.હાલમાં અભિનેતા એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરમાં જોવા મળ્યો બતો. આ ફિલ્મે દેશની સાથે વિદેશમાં પણ ધમાલ મચાવી હતી. હિન્દી બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 274 કરોડથી વધુની કમાણી કરી છે.

અમિતાભ બચ્ચન

મહાનાયક અમિતાભ બચ્ચન પણ સાઉથની ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. તેલુગુ અભિનેતા ચિરંજીવીની ફિલ્મ સાઈ રા નરસિમ્હા રેડ્ડીમાં બિગ બી ગુરુ ગોસાઈ વેકન્નાના રોલમાં જોવા મળ્યા હતા. તેમનો કેમિયો લોકોને ખુબ પસંદ આવ્યો હતો. બોક્સ ઓફિસ સારું કલેક્શન કરવામાં સફળ રહી હતી.

 

 

આલિયા ભટ્ટ

અજય દેવગણની સાથે આલિયા ભટ્ટે પણ સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરી ચૂકી છે. આલિયા બોલિવુડની ટોમ અભિનેત્રીઓમાંથી એક છે. આ વર્ષે તેની એક પણ ફિલ્મ ફ્લોપ ગઈ નથી. આરઆરઆરમાં આલિયા એક નાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં તેની એક્ટિંગ લોકોને ખુબ પસંદ આવી હતી.