‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ગીત ‘ઢિંઢોરા બાજે’ થયું રિલીઝ, જોવા મળ્યો રણવીર અને આલિયાનો ‘લાલ ઈશ્ક’, જુઓ Video

રોકી ઔર રાની કી પ્રેમ કહાની (Rocky Aur Rani Kii Prem Kahaani) ફિલ્મનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના આ ગીતને સારા વ્યુઝ મળી રહ્યા છે. આ એક રોમેન્ટિક ગીત છે જેમાં આલિયા અને રણવીર રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું ગીત ઢિંઢોરા બાજે થયું રિલીઝ, જોવા મળ્યો રણવીર અને આલિયાનો લાલ ઈશ્ક, જુઓ Video
Alia Bhatt - Ranveer Singh
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 24, 2023 | 9:02 PM

Rocky Aur Rani Kii Prem Kahaani: ગલી બોય બાદ ફરી એકવાર રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટની (Alia Bhatt) જોડી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મ થોડા દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન આ ફિલ્મનું નવું ગીત પણ રિલીઝ થઈ ગયું છે. ગીતના બોલ ઢિંઢોરા બાજે છે. હાલમાં જ આ ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. હવે આ ગીત રિલીઝ થયું છે. ગીતમાં રણવીર અને આલિયાનો રોમાન્સ જોવા મળી રહ્યો છે.

ગીતમાં જયા બચ્ચન અને શબાના આઝમી પણ જોવા મળ્યા છે. દુર્ગા માની પૂજાની સાથે સાથે આ ગીતમાં રણવીર અને આલિયા વચ્ચેનો રોમાંસ પણ છે. તેમજ ગીતમાં શબાના અને જયા બચ્ચનના એક્સપ્રેશન પરથી લાગે છે કે તેમને આલિયા અને રણવીરનો રોમાંસ પસંદ નથી આવી રહ્યો. પરંતુ આલિયા અને રણવીરે પણ એકબીજાનો સાથ ન છોડવાનો નિર્ણય લીધો છે. આલિયા ગીતમાં કહેતી પણ જોવા મળે છે કે જબ ઈશ્ક કિયા તો શર્મ ક્યા.

(VC: Youtube) 

ગીતની વાત કરીએ તો તેનું મ્યુઝિક પ્રિતમે આપ્યું છે અને ગીત અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. 3 મિનિટ 26 સેકન્ડના આ ગીતને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. દુર્ગા માની પૂજાની સાથે રણવીર અને આલિયા બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. એમાં કોઈ શંકા નથી કે ફિલ્મનું આ ગીત ફિલ્મની સ્ટોરી પણ ઘણી હદ સુધી રિવીલ કરી રહ્યું છે.

આ પણ વાંચો : કપિલ શર્મા શોનો આ સ્ટાર રોડ કિનારે વેચી રહ્યો છે મકાઈ, જુઓ Video

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ વિશે વાત કરીએ તો કરણ જોહર રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું નિર્દેશન કરી રહ્યો છે અને આ તેનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે અને આ ફિલ્મ દ્વારા લાંબા સમય બાદ ધર્મેન્દ્ર અને જયા બચ્ચનની જોડી સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મની વાત કરીએ તો તે 28 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો