ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે જેનેલિયા દેશમુખ? પતિ રિતેશ સાથે એક ઈવેન્ટમાં જોવા મળી, Video થયો Viral

|

Sep 10, 2023 | 6:19 PM

એક્ટ્રેસ જેનેલિયા દેશમુખ અને એક્ટર રિતેશ દેશમુખ (Genelia Deshmukh and Riteish Deshmukh) ગઈકાલે રાત્રે એક ઈવેન્ટમાં સામેલ થયા હતા. આ કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને મોટાભાગના નેટીઝન્સ પૂછી રહ્યા છે કે શું જેનેલિયા પ્રેગ્નન્ટ છે? તેઓએ ઉભા રહીને પાપારાઝી માટે પોઝ આપ્યા. પરંતુ આ વખતે જેનેલિયાના ડ્રેસ અને તેના પેટે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું.

ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે જેનેલિયા દેશમુખ? પતિ રિતેશ સાથે એક ઈવેન્ટમાં જોવા મળી, Video થયો Viral
Riteish deshmukh and genelia deshmukh
Image Credit source: Social Media

Follow us on

બોલિવુડ એક્ટ્રેસ જેનેલિયા દેશમુખ અને એક્ટર રિતેશ દેશમુખની (Genelia Deshmukh and Riteish Deshmukh) જોડી માત્ર ઓનસ્ક્રીન જ નહીં પરંતુ ઓફસ્ક્રીન પણ ફેન્સને પસંદ છે. આ ક્યૂટ કપલ હંમેશા ફેન્સનું દિલ જીતે છે અને ઘણીવાર ફેન્સ તેમના પર પ્રેમ વરસાવે છે. તાજેતરમાં જ્યારે રિતેશ-જેનેલિયા એક ઈવેન્ટમાં સાથે આવ્યા હતા, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સે એક્ટ્રેસની ત્રીજી પ્રેગ્નન્સી વિશે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું.

કપલ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા

તમને જણાવી દઈએ કે રિતેશ દેશમુખ અને જેનેલિયા શનિવારે એકસાથે ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન રિતેશ દેશમુખે સફેદ શર્ટ અને બ્લુ પેન્ટ પહેર્યું હતું. જેનેલિયા પર્પલ કલરના ડીપ નેક શોર્ટ ફ્રોક ડ્રેસમાં જોવા મળી હતી. આ સાથે જેનેલિયાએ ગોલ્ડન ઈયરિંગ્સ અને ગોલ્ડન હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો અને તેના હેર ઓપન રાખ્યા હતા.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

અહીં જુઓ રિતેશ-જેનેલિયાનો વાયરલ વીડિયો

(VC: Viralbhayani Instagram)

ઈવેન્ટમાં પહોંચ્યા રિતેશ-જેનેલિયા

તાજેતરમાં જ જેનેલિયા દેશમુખ અને રિતેશ દેશમુખ એક ઈવેન્ટમાં ગયા હતા. હંમેશાની જેમ તે બંને એકસાથે ખૂબ જ સુંદર દેખાતા હતા અને તેઓએ ઉભા રહીને પાપારાઝી માટે પોઝ આપ્યા. પરંતુ આ વખતે જેનેલિયાના ડ્રેસ અને તેના પેટે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું. આ વીડિયોમાં જેનેલિયાને જોયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરી છે કે શું તે પ્રેગ્નેન્ટ છે. વીડિયોમાં જેનેલિયા જે રીતે પોતાના પેટ પર હાથ મૂકી રહી છે તેણે લોકોની ઉત્સુકતા વધારી દીધી છે. જેનેલિયાની પ્રેગ્નન્સીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ્સ થઈ રહી છે.

આ પણ વાંચો: લગ્નની તૈયારીઓ વચ્ચે એરપોર્ટ બસમાં જોવા મળ્યા રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા, જુઓ Video

જેનેલિયા-રિતેશને છે બે બાળકો

તમને જણાવી દઈએ કે જેનેલિયા અને રિતેશની ગણતરી સિનેમાના સૌથી ક્યૂટ કપલ્સમાં થાય છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર ફની વીડિયો શેર કરે છે, જે ફેન્સને ગમે છે. તમને જણાવી દઈએ કે રિતેશ અને જેનેલિયાના લગ્ન 2 ફેબ્રુઆરી 2012ના રોજ થયા હતા. રિતેશ-જેનેલિયાને બે બાળકો છે. પ્રથમ પુત્ર રિયાનનો જન્મ 25 નવેમ્બર 2014ના રોજ થયો હતો જ્યારે બીજા પુત્ર રાહિલનો જન્મ 1 જૂન 2016ના રોજ થયો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article