Kantara 2: ઋષભ શેટ્ટીએ ‘કંતારા 2’ પર શરૂ કર્યું કામ, બજેટ સાંભળીને થઈ જશો હેરાન

Kantara 2: ઋષભ શેટ્ટીએ (Rishab Shetty) 'કંતારા 2' માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરી દીધું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જૂનમાં શરૂ થઈ શકે છે. આવતા વર્ષે એપ્રિલ કે મેમાં આ ફિલ્મ ભારતમાં રિલીઝ થશે.

Kantara 2: ઋષભ શેટ્ટીએ કંતારા 2 પર શરૂ કર્યું કામ, બજેટ સાંભળીને થઈ જશો હેરાન
Kantara 2
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jan 21, 2023 | 10:02 PM

Kantara 2: સાઉથ એક્ટર ઋષભ શેટ્ટીની ફિલ્મ કંતારા વર્ષ 2022ની બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે મોટી મોટી ફિલ્મોને બોક્સ ઓફિસ પર માત આપી છે. આ ફિલ્મના બીજા ભાગની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે કે ઋષભ શેટ્ટીએ બીજા પાર્ટની સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરી દીધું છે, જે સિક્વલ નહીં પરંતુ પ્રિક્વલ હશે અને જો બધુ બરાબર રહેશે તો જૂનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.

શું હશે કંતારા 2ની વાર્તા?

હોમબલે ફિલ્મ્સના ફાઉન્ડર વિજય કિરંગદુરે ડેડલાઈન સાથેની એક વાતચીતમાં કહ્યું હતું કે ‘કંતારા 2’માં ગ્રામીણ, દેવતા અને રાજા વચ્ચેના સંબંધોને એક્સપ્લોર કરશે. રાજાએ દેવતા સાથે નક્કી કર્યું હતું કે તે ગ્રામીણોનું અને તેમની જમીનનું રક્ષણ કરશે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ ફિલ્મ માણસ અને પ્રકૃતિ વચ્ચેની લડાઈનો સાર છે.

જૂનમાં શરૂ થશે ફિલ્મનું શૂટિંગ

વિજયે એ પણ જણાવ્યું કે તેને જૂન મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું છે કારણ કે ફિલ્મના એક ભાગમાં વરસાદની સિઝનની જરૂર છે અને આવતા વર્ષે એપ્રિલ કે મેમાં આ ફિલ્મ ભારતમાં રિલીઝ થશે. આ સમયે ઋષભ શેટ્ટી કર્ણાટકના તટીય વિસ્તારના જંગલોમાં ગયા છે અને ત્યાં તેઓ લોકકથાઓ વિશે વધુ સમજવા માટે બે મહિના સુધી રેકી કરશે.

‘કંતારા 2’નું વધી ગયું છે બજેટ

વિજયે એ પણ જણાવ્યું કે ‘કંતારા 2’નું બજેટ વધારવામાં આવ્યું છે, પરંતુ મૂવી સ્ટાઈલ, નરેશન અને સિનેમેટોગ્રાફી પહેલી ફિલ્મ જેવી જ રહેશે. ફિલ્મમાં વધુ સ્ટાર્સને લેવામાં આવી શકે છે અને તે મોટા નામ હોઈ શકે છે.

આ પણ વાંચો : કમાણીના તમામ રેકોર્ડ તોડશે ‘પઠાન’! એડવાન્સ બુકિંગમાં 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ

ફિલ્મે બોક્સ ઓફિસ પર કર્યું હતું જોરદાર કલેક્શન

ઋષભ શેટ્ટીની ‘કંતારા’ માત્ર 16 કરોડ રૂપિયામાં બની હતી અને તેણે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 400 કરોડથી વધુની કમાણી કરી છે. શરૂઆતમાં આ ફિલ્મ કન્નડમાં રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ પોપ્યુલારિટી મળ્યા પછી તેને તમિલ, મલયાલમ, તેલુગૂ અને હિન્દી ભાષાઓમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ઋષભ શેટ્ટીએ લખી છે અને ડાયરેક્ટ કરી છે.